કિંગ્સ ઓનર્સથી સન્માનિત બ્રિટિશ એશિયન મહાનુભાવો 16/06/2026 12:33 pm Arnold Christie કિગ્સ ઓનર્સથી સન્માનિત બ્રિટિશ એશિયન મહાનુભાવોની યાદી નીચે મુજબ છે...
યુવાપેઢીને આકર્ષતું ભક્તિસંગીત - ભજનવાણીનું આધુનિક સ્વરૂપ 16/06/2026 6:46 am Nilesh Parmar આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે. ભક્તિ, સંગીત, ભજનવાણીના શબ્દો અને તેનો ભાવ આત્મસાત થઈ જાય તો ભવસાગર પાર થઈ જાય એવાયે કેટલાકના અનુભવો રહ્યા છે.
પીડિત પરિવારોને ચૂકવાયેલા વળતર અંગે પણ વિવાદ, એર ઇન્ડિયાની શરતો પર નારાજગી 16/06/2026 12:55 pm Arnold Christie એકતરફ પ્લેન ક્રેશના પીડિત પરિવારજનો સત્ય જાણવા માટે તડપી રહ્યાં છે ત્યારે બીજીતરફ પીડિત પરિવારોના વળતરને લઈને મોટો વિવાદ પ્રવર્તી રહ્યો છે. ટેકનિકલ તપાસની સાથે સાથે વળતરની પ્રક્રિયા પણ વિવાદોના ઘેરામાં છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા રૂપાણી અને તેમના પરિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સમક્ષ વળતરના દસ્તાવેજો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
અમદાવાદ પોલીસે દુર્ઘટના સ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની પરવાનગી ન આપ્યાનો આરોપ 16/06/2026 1:00 pm Arnold Christie એર ઇન્ડિયા ક્રેશની પ્રથમ વરસી પર બ્રિટિશ પીડિત પરિવારોએ ભારતના સ્થાનિક સત્તાવાળાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારોનો આરોપ છે કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તેમના દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમો અટકાવી દેવાયા છે.
બારી બહાર લટકતી 3 વર્ષની બાળકીને બચાવવામાં મોહમ્મદ જેસિલની પ્રશંસનીય કામગીરી 16/06/2026 12:43 pm Arnold Christie પૂર્વ લંડનના ઇલફોર્ડ હાઇ રોડ પર આવેલી ઇમારતની બારીમાંથી લટકી રહેલી 3 વર્ષની બાળકીને બચાવવામાં બ્રિટિશ ભારતીય મોહમ્મદ જેસિલે પ્રશંસનીય કામગીરી કરી હતી. જીવન અને મરણ વચ્ચે 9 મિનિટ સુધી લટકી રહેલી આ બાળકીને જેસિલે અદ્દભૂત ચપળતા સાથે ઝીલી લઇને જીવ બચાવ્યો હતો.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ 82 ફૂટની રામપ્રતિમાનો પ્રોજેક્ટ અટકાવ્યો 17/06/2026 6:49 am Badal Lakhlani બાંગ્લાદેશના ગાયબાંધા જિલ્લામાં 82 ફૂટ ઊંચી રામ પ્રતિમાનો પ્રોજેક્ટ કટ્ટરપંથી દબાણ બાદ રોકી દેવામાં આવ્યો છે. આ મૂર્તિ શ્રી શ્રી રાધા ગોબિંદ અને કાલી મંદિર પરિસરમાં બની રહી હતી. મંદિર સમિતિએ તેને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અસ્થાયી રોક ગણાવી છે, પરંતુ તેનું અસલી કારણ કટ્ટરપંથી સંગઠનોનું દબાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભારતના પાયલટ એસોસિએશનને તપાસ એજન્સી પર વિશ્વાસ જ નથી 16/06/2026 12:54 pm Arnold Christie એર ઇન્ડિયા ક્રેશની તપાસ કરી રહેલા ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પારદર્શિતા પર ભારતના પાયલટ એસોસિએશને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો માત્ર એક વચગાળાનો રિપોર્ટ જ રજૂ કરશે.
રાજકોટ પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત 17/06/2026 6:12 am Badal Lakhlani શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા, તે દરમિયાન તેઓ અચાનક જ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે મળવા ગયા હતા. પટેલે ખોડલધામમાંથી 2027 પહેલા નિવૃત્ત થવાની જાહેરાત કરી હોવાથી સંઘવી સાથેની તેમની આ મુલાકાત રાજકારણમાં પ્રવેશના સંકેત આપે છે.
સિઝનમાં રૂ. 300 કરોડની કેરીનું વેચાણ 17/06/2026 6:10 am Badal Lakhlani સૌરાષ્ટ્રના ગીર પંથકની શાન ગણાતી સદી પુરાની કેસર કેરીની સીઝન હવે 19 જૂને પૂરી થશે, અર્થાત્ આ દિવસથી દેશમાં કેસર કેરીના હબ ગણાતા તાલાલા માર્કેટ યાર્ડમાં તેની છેલ્લે 18 જૂનની હરાજી થયા બાદ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્રના તાલાલા યાર્ડમાં અત્યાર સુધીમાં 2.20 લાખ બોક્સ કેરી આશરે રૂ.55 કરોડમાં વેચાઈ છે.