વિશ્વના 7 અતિ ભવ્ય એરપોર્ટ્સમાં ગુવાહાટી અને નવી મુંબઇને સ્થાન 24/06/2026 8:34 am Vikram Nayak યુનેસ્કોના હેડ ક્વાર્ટર ખાતેથી સમકાલીન વાસ્તુકલાના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘પ્રિક્સ વર્સાય 2026’ વિજેતાઓની યાદી જાહેર કરાઇ છે, જેમાં બે ભારતીય એરપોર્ટ - આસામના ગુવાહાટીનું ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ-2) અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ-1)એ અનુક્રમે ત્રીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે.
યુએઇ ‘બ્રહ્મોસ’ અને ‘આકાશતીર’ ખરીદવા તત્પરઃ ભારત સાથે મંત્રણા શરૂ 23/06/2026 8:18 am Nilesh Parmar ઇરાન-અમેરિકા ભીષણ યુદ્ધના પગલે સર્જાયેલા પ્રાદેશિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇએ) મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુએઇએ પોતાની સંરક્ષણ સજ્જતા મજબૂત કરવા માટે ભારત પાસેથી સુપરસોનિક ‘બહ્મોસ’ ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી ‘આકાશતીર’ એર ડિફેન્સ સિસ્ટમ મેળવવા માટે પ્રારંભિક મંત્રણા શરૂ કરી છે.
દિલજીતના લાઇવ કોન્સર્ટમાં ખાલિસ્તાની સમર્થકનો હંગામો 23/06/2026 8:16 am Nilesh Parmar પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.
વડાપ્રધાનપદેથી સર કેર સ્ટાર્મરનું રાજીનામુ 23/06/2026 10:35 am Arnold Christie વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લેબર સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો માર્ગ મોકળો કરતાં 22 જૂનના સોમવારના રોજ સવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતી વખતે આંખમાં આંસુ સાથે ભાવુક બનેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં નવા નેતાની વરણી કરી દેવાશે.