The one that got away 31/03/2015 9:29 am Reshma Trilochun This morning we were hoping to grab a property in Kilburn for a client who has bought and sold from us several times over many years.
ભારત-ચીનઃ મંત્રણાથી આગળ વધવું પડશે 01/04/2015 6:57 am Vikram Nayak ભારત માટે બન્ને પડોશી દેશો - ચીન અને પાકિસ્તાન માથાના દુખાવો સાબિત થઇ રહ્યા છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદને પાળીપોષીને ભારત સાથે પરોક્ષ યુદ્ધ ખેલી રહ્યું છે. તો બીજી તરફ, ચીન સતત સરહદે ચંચુપાત કરતું રહે છે. ક્યારેક ભારતીય સરહદમાં ઘુસીને સુરક્ષા ચોકી બનાવી લે છે તો ક્યારેક સરહદી ક્ષેત્રમાં વસતાં લોકોને ધમકાવી જાય છે
ઉત્સવની ઉજાણી કરાવતા 'આનંદ મેળા'નું આગમન 31/03/2015 10:22 am Kamal Rao બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપના લોકપ્રિય અખબારો 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' પ્રસ્તુત ચાર 'આનંદ મેળા'અોની ભવ્ય સફળતા બાદ લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ, HA3 5BD માં આગામી શનિવાર તા. ૬ અને રવિવાર, તા. ૭ જૂન, ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન ઉત્સવની ઉજાણી કરાવતા પાંચમા 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
‘આપ’માં યાદવાસ્થળી 01/04/2015 7:00 am Mukesh Patel વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.
• લેબર પાર્ટીના દાતાએ કેમરનના વખાણ કર્યા 31/03/2015 10:33 am Achyut Sanghavi લેબર પાર્ટીને ભારે દાન આપનારા ડો અસીમ આલમે ટોરી પાર્ટીના વડા પ્રદાન ડેવિડ કેમરનની આર્થિક નીતિઓને શ્રેષ્ઠ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે લેબર નેતા એડ મિલિબેન્ડે બિઝનેસ અગ્રણીઓને દંડિત કરવાની યોજનાઓ પર પુનર્વિચાર કરવો જોઈએ. મેન્શન ટેક્સ દાખલ કરવાની યોજના મધ્યમવર્ગીય મતદારોને પક્ષથી વિમુખ કરશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. ઈલેક્ટોરલ કમિશન અનુસાર ડો. આલમે ૨૦૧૦થી લેબર પાર્ટીને £૨૦૦,૦૦૦ દાન આપ્યું છે. વધુ £૨૦૦,૦૦૦ દાન આપવાની ઈચ્છા પણ તેમણે દર્શાવી છે.
શાંતિપ્રિય સનાતન ધર્મ 01/04/2015 7:01 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર મારા માટે જરા વધારે પડતો બીઝી રહ્યો. સવારના ભાગમાં બે નાની બેઠકોમાં હાજરી આપી. કેટલાક યુરોપિયન પત્રકારો સાથે એક અગત્યના અને ગંભીર વિષય બાબત વિચારોની આપ-લે થઇ. છેલ્લા પાંચ-છ દિવસથી સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ સુન્ની સમુદાયનું વર્ચસ ધરાવતા દેશો - કુવૈત, ઇજીપ્ત, અોમાન, જોર્ડન વગેરેએ યમનમાં શિયા કબિલા શાસિત વિસ્તારો પર ભારે બોમ્બમારો શરૂ કરતાં અત્યંત નાજુક પરિસ્થિતિ સર્જાઇ છે. વિશ્વમાં સવાસો કરોડ મુસ્લિમોમાં ૮૦ ટકા કે થોડાક વધુ સુન્ની પંથના અનુયાયીઓ છે. સુન્નીઓ સૈકાઓથી એક યા બીજા પ્રકારે શિયાઓ સાથે જંગ લડી રહ્યા છે.
હનુમાન જયંતિના કાર્યક્રમો તા. ૪-૪-૧૫ શનિવાર – ચૈત્રી પૂનમ 31/03/2015 10:35 am Kamal Rao * સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.