Advanced search


ભક્તોના આંગણે જગન્નાથજી...

અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અમદાવાદ જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા અંતર્ગત 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિનો ભક્તિસભર પ્રારંભ થયો. મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા બાદ નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ વખતે ભગવાન ગુલાબી મખમલના રજવાડી વાઘામાં નગરચર્યાએ નીકળશે, જેના અગ્રભાગે 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા અને 18 ભજનમંડળી રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈ રથ ખેંચશે.

કાશી, મથુરા, સંભલ મંદિર-મસ્જિદ

ઉત્તર પ્રદેશનાં ત્રણ મંદિર-મસ્જિદ વિવાદોને લઈને હિંદુ અને મુસ્લિમ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ અદાલતનો મધ્યસ્થીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ ત્રણેય વિવાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ અને સંભલની શાહી જામા મસ્જિદ સાથે સંકળાયેલા છે.
સુપ્રીમ કોર્ટે આ મામલાઓના શાંતિપૂર્ણ સમાધાન માટે ‘સમાધાન સમારોહ 2026’ પહેલ હેઠળ પત્ર મોકલીને મધ્યસ્થીનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે સાથે જ કોર્ટે બંને પક્ષકારો પાસેથી આ મુદ્દે સંમતિ માંગી હતી. જોકે, કોઈપણ પક્ષે આ માટે સંમતિ આપવાનો ઇનકાર કરી દઇને કેસ લડવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. 

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાઇરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે.

અમદાવાદમાં વૃક્ષારોપણનો વિશ્...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ભાડજમાં 91 હજાર વારના મ્યુનિ. પ્લોટ પર પર્યાવરણ સંરક્ષણનો નવો ઇતિહાસ રચાયો. ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 25 હજારથી વધુ સ્વયંસેવકો, મ્યુનિ. સ્ટાફ અને વિવિધ સંસ્થાઓએ સાથે મળીને મિયાવાકી પદ્ધતિથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો રોપી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદનું નામ અંકિત કર્યું છે.

રાજ્યના સાપના ઝેરથી એન્ટિ સ્ન

ધરમપુરમાં આવેલા સર્પ સંશોધન કેન્દ્ર (સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-SRI)એ ગુજરાતમાં મળતા સાપની ચાર ઝેરી પ્રજાતિનો લાયોફિલાઇઝ્ડ (ફ્રિઝ-ડ્રાય પાવડર સ્વરૂપ) ઝેર તેલંગાણાની કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને આપ્યું છે.

2027માં સુરત-બિલિમોરા વચ્ચે ભારત...

દેશના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સ્થળની મુલાકાત કરી પ્રથમ બુલેટ ટ્રેન સંચાલન અંગે મોટી જાહેરાત કરતાં કહ્યું, 2027માં પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરાશે જે દેશના હાઇસ્પીડ રેલવેયુગની ઐતિહાસિક શરૂઆત બનશે.

મહેસાણાની ગ્રામ્ય શાળાના વિદ

તલાસણા તાલુકાની મોટા કોઠાસણા પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન દર્દીઓ માટે તૈયાર કરાયેલી ‘ઓલ ઇન વન સ્ટ્રેચર’ કૃતિના કારણે જ્યોતીન્દ્રપાલસિંહ ચૌહાણને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. 

ઘોરાડ કુળને બચાવવા નવો વારસદા

લુપ્ત થવાના આરે ઊભેલા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ (ઘોરાડ)ના કુળને નવો વારસદાર મળ્યો છે. અબડાસા તાલુકાના નલિયા અભયારણ્ય ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ હેઠળ વધુ એક બાળ ઘોરાડનો જન્મ થયો છે. રાહતની વાત એ છે કે, આ જીવ મોતને હાથતાળી આપીને સફળતાપૂર્વક 50 દિવસ પૂરા કરી ચૂક્યો છે. હાલ તે સંપૂર્ણ તંદુરસ્ત છે.

રામ મંદિરમાં દાનની ચોરી એક કલં...

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિર માટે દાનના નાણાકીય ગેરરીતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. શનિવારે તેમણે કહ્યું કે તે એક કલંક છે અને દરેક વ્યક્તિ તેનાથી ખૂબ શરમ અનુભવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સિસ્ટમમાં સુધારો થશે અને આવી ઘટનાઓ ફરીથી નહીં બને. દાનની ઉચાપત અંગે મિશ્રાએ કહ્યું કે આ ઘટના રામ મંદિર પર કલંક છે. અમે બધા ફક્ત આ માટે માફી માંગીએ છીએ પણ શરમ અને નિરાશા પણ અનુભવીએ છીએ. આ મંદિર વ્યવસ્થાપન સાથે સંબંધિત મામલો છે. સિસ્ટમમાં સુધારો થશે અને આવી ઘટનાઓ ફરીથી નહીં બને. તેમણે સ્પષ્ટતા કરી કે તપાસમાં દોષિત ઠરનારા કોઈપણને કાયદા હેઠળ કડક સજા કરવામાં આવશે.

46 દિવસમાં સિંહના 9 હુમલામાં 8 વ્

અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં સિંહના હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 46 દિવસમાં આ નવમી ઘટના છે. જેમાં 8નાં મોત અને એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. આ દરમિયાન 9 જુલાઈએ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક રેવન્યૂ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન કરવા ગયેલા 21 વર્ષીય સોહિલ મેમણ નામના યુવકને સિંહે ફાડી ખાધો, તો 11 જુલાઈએ કાકાની આંગળી પકડી ગિરનારની સીડી ચડતાં એક બાળકનું સિંહે મારણ કર્યું છે.