નેશનલ એવોર્ડઃ ‘આર્ટિકલ 370 બેસ્ટ ફિલ્મ, યામી બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક-મમૂટી બેસ્ટ એક્ટર 22/07/2026 7:14 am Nilesh Parmar લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શનિવારે જાહેરાત કરાઇ છે. વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો અને વિવિધ ક્ષેત્રે શાનદાર પરફોર્મન્સ માટે જાહેર થયેલા આ એવોર્ડ અંતર્ગત ફિલ્મ ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મ જ્યારે તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર જાહેર થયો છે.
અનુપમ મિશનના આંગણે આનંદનો ઓચ્છવ 22/07/2026 7:00 am Nilesh Parmar અનુપમ મિશનના આંગણે શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હીરક મહોત્સવ નિમિત્તે પાંચ દિવસનો આધ્યાત્મિક ઉત્સવ ધર્મોલ્લાસભર્યા માહોલમાં યોજાઇ ગયો. 15થી 19 જુલાઇ દરમિયાન યોજાયેલા આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમમાં યુકે ઉપરાંત વિશ્વભરમાંથી ભક્તો, પૂજનીય સંતગણ, યુવાનો અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી અને શ્રદ્ધા, નિઃસ્વાર્થ સેવા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં સામેલ થયા હતા.
સ્પેન ફિફા ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન 22/07/2026 7:10 am Nilesh Parmar સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કર્યા બાદ સ્પેને પોતાની લય જાળવી રાખતાં રવિવારે રમાયેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ફેવરિટ આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
પી.વી. સિંધુઃ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય શટલર 22/07/2026 7:09 am Nilesh Parmar ભારતીય બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુએ રવિવારે ટોક્યો ખાતે રમાયેલી જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ ફાઈનલ મુકાબલામાં સ્થાનિક ફેવરિટ અને વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી અકાને યામાગુચીને સીધા સેટોમાં 21-14, 21-17થી પરાસ્ત કરીને કારકિર્દીનું પ્રથમ જાપાન ઓપન ટાઇટલ કબજે કર્યું છે. આ સાથે જ તે જાપાન ઓપનની 40થી વધુ વર્ષ જૂની હિસ્ટ્રીમાં મેન્સ કે વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનારી સર્વપ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે.
યુકે-ભારત વેપાર કરારને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપે વધાવી લીધો 22/07/2026 7:11 am Nilesh Parmar યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.