Advanced search


સ્થાપિત ઉદાહરણો તો ઘણાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બધી જ વાતો સાબિત થઈ ચૂકી છે. પરિણામ સામે જ દેખાય છે. છતાં પણ ખબર નહિ કેમ, ‘વિમુખ’ થવાનું સ્વીકાર્યું છે. મૂંઝવણો અપાર છે. એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એ પણ ખબર પડી ગઈ છે કે આ રીતે તો પરિસ્થિતિ સુધરવાની કોઈ સંભાવના નથી. ચારે તરફ પ્રપંચ પ્રવર્તમાન છે. અધર્મનું સામ્રાજ્ય છે. અસત્યનું પ્રભુત્વ છે. અજ્ઞાન જ્ઞાનની ભૂમિકા ભજવે છે. જે છે તે વાસ્તવિકતા બહાર આવી શકતી નથી અને આવરણ વાસ્તવિકતા તરીકે પોતાને સ્થાપિત કરે છે. અવિદ્યા અને માયાનું વર્ચસ્વ છે. છતાં પણ ગુરુદેવની કૃપાથી, અપાર નિરાશા વચ્ચે પણ આશાની આશા છે.

શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં પ્રિયા-પ્રીતમને ભાવપૂર્વક ઝુલાવવામાં આવે છે