દાંતા, હડાદ અને અંબાજી પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી 12/08/2026 6:49 am Badal Lakhlani વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાંતા, હડાદ અને અંબાજી પંથકમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને સમાજના યુવાનો, મહિલાઓ, બાળકો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ઢોલ-નગારાં અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે નીકળેલી આકર્ષક શોભાયાત્રામાં આદિવાસી સંસ્કૃતિ અને સમૃદ્ધ લોકજીવનની જીવંત ઝાંખી જોવા મળી હતી. આ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પ પણ અર્પણ કરાયા હતા.
જગદીશ ત્રિવેદી નિર્મિત 16મી શાળાનું ગઢડાના સાંજણાવદરમાં લોકાર્પણ 12/08/2026 6:45 am Badal Lakhlani બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં પાર્વતીની મોજડીથી વિશ્વવિખ્યાત જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલિયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ થયું હતું. આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, લેખક, ચિંતક તેમજ પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક જગદીશ ત્રિવેદી છેલ્લાં નવ વર્ષથી પોતાના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે.
હજીરામાં બનેલું એન્ટિ સબમરિન યુદ્ધજહાજ INS માલવણ નેવીમાં સામેલ 12/08/2026 6:47 am Badal Lakhlani ભારતીય સમુદ્રી સીમાઓને વધુ સુરક્ષિત બનાવવા ભારત સરકારે આત્મનિર્ભરતા તરફ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલું ભારતીય નેવીનું અદ્યતન એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટરક્રાફ્ટ (ASW-SWC) ‘INS માલવણ’ 22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નેવીમાં વિધિવત્ સામેલ થયું છે. આ યુદ્ધજહાજના નિર્માણમાં વપરાયેલું 100 ટકા સ્પેશિયાલિટી સ્ટીલ સુરતસ્થિત AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.
શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને પૂ. મોરારિબાપુ 12/08/2026 6:47 am Badal Lakhlani પૂજ્ય મોરારિબાપુએ હાલમાં જ સોમનાથની વિશેષ મુલાકાત લીધી. આ નિમિત્તે તેમણે મહાદેવનાં દર્શન કરવાની સાથે પૂ.ડોંગરેજી મહારાજ પ્રેરણાદાયી શ્રીકૃષ્ણ સેવા ટ્રસ્ટના અન્નક્ષેત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી.
રિસ્ટોરેશન બાદ ફરી ચમક્યો MSUનો ઇસ્તંબુલ સ્ટ્રક્ચરલ ગુંબજ 12/08/2026 6:49 am Badal Lakhlani વડોદરાની ઓળખ અને ઐતિહાસિક વારસાની શાનસમાન સયાજી યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીનો ઐતિહાસિક ગુંબજ ફરી નવા રંગરૂપ સાથે ઝળહળી ઊઠ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રિસ્ટોરેશન બાદ આ ગુંબજ હવે મૂળ સ્થાપત્યના સૌંદર્ય સાથે તૈયાર થઈ ગયો છે. આ જ મહિનામાં તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
કેનેડાએ છ માસમાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા 12/08/2026 6:47 am Nilesh Parmar કેનેડાએ ચાલુ વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. કેનેડામાંથી ભારતીયોને ડિપોર્ટ કરાયાનો છેલ્લા છ વર્ષમાં આ સૌથી મોટો આંકડો છે. કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (સીબીએસએ)ના ડેટા મુજબ ચાલુ વર્ષે ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 2025ના આખા વર્ષમાં ડિપોર્ટ કરાયેલા 3,779 ભારતીયોના 88 ટકાએ પહોંચી છે.
સાઉથ આફ્રિકાએ વ્યાપક આફ્રિકા માઈગ્રેશનની ચર્ચાની તૈયારી દર્શાવી 12/08/2026 7:04 am Achyut Sanghavi સાઉથ આફ્રિકા સરકારે એન્ટિ માઈગ્રેશન વિરોધોના પરિણામોને સુધારવા અન્ય આફ્રિકી દેશો સાથે માઈગ્રેશન મુદ્દે વ્યાપક ચર્ચા હાથ ધરવા તૈયારી દર્શાવી છે. દેશમાં ગેરકાયદે રહેતા માઈગ્રન્ટની હકાલપટ્ટીની માગણી સાથેના વિરોધો સાથે વ્યાપેલી હિંસા તેમજ કેટલાક આફ્રિકી દેશો સાથે રાજદ્વારી તણાવના પગલે આવી ચર્ચાથી માઈગ્રેશન કટોકટીનો ઉકેલ લાવી શકાશે તેમ સાઉથ આફ્રિકા માને છે.
યુગાન્ડા અને ટાન્ઝાનિયા સમજૂતી ટાન્ગાને એનર્જી હબ બનાવશે 12/08/2026 7:02 am Achyut Sanghavi યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી કાગુટા મુસેવેની અને ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને ઈસ્ટ આફ્રિકાની એનર્જી ઈકોનોમીનો નવો આકાર આપવા ઐતિહાસિક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગને બહાલી આપી છે. આ વિસ્તારનું ફોકસ ક્રૂડ ઓઈલની નિકાસોના બદલે સંકલિત પ્રાદેશિક એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ હબના નિર્માણનું રહેશે.