સ્વજનોથી વિખુટા પડીને લાખો લોકોએ વિભાજન બાદ નવું જીવન ઊભું કર્યું: મોદી 19/08/2026 5:41 am Nilesh Parmar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર 1947ના ભાગલાથી પ્રભાવિત લોકોના સાહસ, સંઘર્ષ અને જીજીવિષાને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ભાગલાએ લાખો પરિવારોને બરબાદ કરી દીધા અને લોકોને અસહ્ય પીડા આપી, પરંતુ પ્રભાવિત લોકોએ વિપરીત સંજોગોમાં પણ નવું જીવન શરૂ કર્યું અને દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વડાપ્રધાને ભાઈચારો, સદભાવના અને વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને મજબૂત કરવાનું આહ્વાન કર્યુ હતું.
આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયુંઃ રાષ્ટ્રપતિ 19/08/2026 5:43 am Nilesh Parmar ભારતમાં 80મા સ્વતંત્રતા દિવસની ઊજવણીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. દેશને નક્સલવાદથી મુક્તિ અપાવવામાં કેન્દ્ર સરકારના પગલાંની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, પરીક્ષાઓમાં સુધારા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે.
ભારતની સંરક્ષણ કંપનીઓ પાસે રૂ. પાંચ લાખ કરોડથી વધુના ઓર્ડર 17/08/2026 12:57 pm Nilesh Parmar ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાસ વધારી રહ્યું છે.