Advanced search


યાત્રાધામ અંબાજીમાં તાજેતરમાં ભરાયેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો પૂનમના દિવસે પાંચ ઇંચ ભારે વરસાદ વચ્ચે રંગેચંગે સંપન્ન થયો હતો. જ્યાં આતંકવાદી હુમલાના ઓછાયા વચ્ચે સાત દિવસમાં કુલ ૩૦,૧૨,૯૫૬ માઇભક્તોએ નિર્ભયપણે માતાજીના દર્શન કર્યા હતા અને નવરાત્રીનું આમંત્રણ પાઠવ્યું હતું. ભક્તોના દાન થકી ભંડારો છલકાતાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને રૂ. ૩.૩૩ કરોડની આવક થઇ હતી. જ્યાં ૨,૪૬,૪૮૦ યાત્રિકોએ નિઃશૂલ્ક ભોજનનો લાભ લીધો હતો. જ્યારે ૧.૭૮ લાખ મોહનથાળ પ્રસાદના પેકેટ્સ મંદિર દ્વારા વહેંચવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના નવનીતભાઈ મૂળચંદભાઈ શાહ દ્વારા માતાજીને એક કિલો સોનું ચડાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણા ભક્તો પોતાની શક્તિ અને ઈચ્છા અનુસાર માતાજીના ચરણોમાં સોનું ચડાવતા હોય છે.

લંડનઃ ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા થયેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસના તારણો અનુસાર યુકે ગ્રેજ્યુએટ્સના માત્ર ૨૫ ટકા જ ઉચ્ચ સ્તરીય સાક્ષરતા કૌશલ્ય ધરાવે છે.

મારો જમાઈ શ્રીયેન કાયર છેઃ નીલ...

લંડનઃ દક્ષિણ આફ્રિકાની કેપ ટાઉન હાઈ કોર્ટમાં અની દેવાણી હત્યા કેસમાં પુરાવાના અભાવે છોડી દેવાયેલા બ્રિસ્ટલના ૩૪ વર્ષીય મિલિયોનેર શ્રીયેન દેવાણી બુધવાર, ૧૦ ડિસેમ્બરની સવારે બ્રિટન પરત આવી ગયા હતા. ગેટવિક વિમાનીમથકે તેની વીઆઈપી આગતાસ્વાગતા કરાઈ હતી. બીજી તરફ, અનીની માતા અને શ્રીયેનના સાસુ નીલમ હિન્ડોચાએ મેઈલઓનલાઈન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘મારો જમાઈ કોર્ટમાં કાયર હતો, તે હંમેશાથી કાયર જ રહ્યો છે.’ તેમણે કહ્યું હતું કે, ‘અનીને હત્યાની રાત્રે બે બત્યારાઓ સાથે એકલી મૂકી દેવા જેટલો જ દયાહીન તે પોતાની વિરૂદ્ધના આરોપ ફગાવી દેવાની અરજી કરવામાં રહ્યો હતો. અમારો સામનો કરવાની તેનામાં કોઈ ક્ષમતા ન હતી. તે કોર્ટમાં પણ કાયર જ રહ્યો અને તે હંમેશાંથી કાયર જ હતો.’

લંડનઃ રીડિંગ વેસ્ટ માટેના સાંસદ આલોક શર્માએ તેમના મતવિસ્તારમાં આવેલા ચર્ચ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને સીનેગોગ સહિતના ધર્મસ્થાનકોને પત્ર પાઠવી અસુરક્ષિત ધર્મસ્થાનોની છત અને ગટર વ્યવસ્થાના સમારકામ માટે ૧૫ મિલિયન પાઉન્ડના નવા ભંડોળની માહિતી આપી છે.

ડિસેમ્બર મહિના દરમિયાન લોકોને સાવધ રહેવા જણાવતા અભિયાનમાં કાર અને શરાબપાન સાથે વાહન હંકારવા સંબંધિત ગુનાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાંક મકાનમાલિકો વેકેશન ગાળવા બહાર ગયાં હોઈ મકાનો બંધ હતાં. ચોરીની આ ઘટનાઓમાં સલામત તાળાં લગાવેલાં ઘરમાં પણ ચોર અંદર ઘૂસ્યાં હતા. દિવસ અને રાતની ચોરીની આ ઘટનાઓમાં જ્વેલરી, કોમ્પ્યુટર્સ અને ઈલેકટ્રોનિક સાધનો સહિતની વસ્તુઓ ચોરાઈ હતી.લેસ્ટરઃ સાઉથ નાઈટન વિસ્તારમાં માત્ર ૨૦ દિવસના ગાળામાં ૧૨ મકાનમાં ચોરી થતાં ચિંતા અને ગભરાટ વ્યાપી ગયાં છે. પોલિસે નાઈટન પાર્ક અને લંડન રોડ નજીકની શેરીઓમાં મકાનોની મુલાકાત લઈ લોકોને બહાર જતી વેળાએ બારીબારણાંને તાળાં લગાવવા અને ઘરની કેટલીક લાઈટો ચાલુ રાખવા સલાહ આપી છે.

ઇંગ્લેન્ડનો ગુજરાતીઃ વાહ, ભાઈ...

ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો છે. શૈલેષ વારાએ બ્રિટિશ સાર્વજનિક જીવનમાં એક પછી એક શિખરોને સર કર્યાં એ તેમનામાં રહેલી સિદ્ધિ અને સાહસની કહાણી છે. ઇંગ્લેન્ડમાં એમ. પી. બનવું અને કાયદા વિભાગના મિનિસ્ટર સુધી પહોંચવું સહેલું નથી. હા, હવે બ્રિટિશ રાજ્યતંત્ર ગુજરાતીઓની શક્તિને પીછાણતું થયું છે.

અલ કાયદા અને અયમાન અલ-જવાહિરી ફરી સમાચારમાં છે. ધમકી આપવા માટે જ ટીવી પરદે દેખા દેતા અલ-જવાહિરીએ આ વખતે પણ કામ તો એ જ કર્યું છે, પણ આ વેળા તેની ધમકીમાં ભારતના ગુજરાત (અમદાવાદ) અને કાશ્મીરને નિશાન બનાવવાનો મનસૂબો વ્યક્ત કર્યો છે તેને ચિંતાજનક ગણાવી શકાય. 

હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન ગંગા નદીની સ્વચ્છતા માટે વર્ષોથી નહીં, દસકાઓથી વાતોના વડા થતા રહ્યા છે, પણ અમલના નામે મીંડુ છે. જોકે હવે સર્વોચ્ચ અદાલતની આકરી ટીપ્પણી બાદ નક્કર કામ થાય તેવા ઉજળા સંજોગો છે. ગંગા નદીની સફાઇના મુદ્દે થયેલી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ રજૂ કર્યું હતું કે ગંગા સફાઇ માટે અત્યારે જે ઢબે કામ ચાલી રહ્યું છે તે જોતાં તો ૨૦૦ વર્ષે પણ ગંગા શુદ્ધ થાય તેવું જણાતું નથી.

ભાષા તો વિચારોને વાચા આપવાનું માધ્યમ માત્ર છે. આપણી, પરદેશોમાં જન્મેલી અને કેળવણી પામેલી યુવાપ્રજાને મોટેભાગે ગુજરાતી લખતાં-વાંચતાં ભાગ્યે જ આવડતું હોય છે. એની નારાજગીભરી હૈયાવરાળ, અવારનવાર 'ગુજરાત સમાચાર'માં વાંચવા મળે છે.

વડીલોની સેવા કરવા પરિવારે વૃદ્ધાશ્રમને ઘર બનાવ્યું

સુરતઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક વૃદ્ધાવસ્થામાં રહેતા વૃદ્ધોની સેવા કરવા માટે એક પરિવાર આશ્રમમાં જ રહેવા આવ્યો છે. શરૂઆતમાં પરિવારની મહિલાએ આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું પરંતુ તેમના પતિએ વાંધો લીધો હતો. પછી પત્નીની સેવા કરવાની ભાવના અને ઇચ્છાશક્તિ સ્વીકારી લીધી. અને મહિલાએ છેલ્લા એક વર્ષથી આશ્રમને જ પોતાનું ઘર બનાવી લીધું છે. આ મહિલાના પરિવારમાં એક પુત્ર-પુત્રી
પણ છે.