‘રઈસ’ના શૂટિંગ સામે રોષ 17/02/2016 5:36 am Mukesh Patel અસહિષ્ણુતાના મુદ્દે અગાઉ કરેલા નિવેદનોના કારણે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ વિરોધીઓએ કચ્છમાં અટકાવ્યું હતું અને ૧૨મીએ પુત્ર અબરામ સાથે તેણે ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. એ પછી ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી તેનું શિડ્યુલ અમદાવાદમાં ગોઠવાયું ત્યાં પણ તેનો વિરોધ થયો હતો. શાહરુખ ઉસ્માનપુરાની હોટલ હયાત રેજન્સીમાં રોકાયો હતો. સરખેજ રોજામાં શૂટિંગ પૂરું કરીને તે નીકળ્યો ત્યારે ૧૪મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ચાર વાગ્યે બજરંગદળના આઠથી દસ કાર્યકરો મોટરસાઇકલ લઈને હોટેલના પાછળના ભાગે પહોંચી ગયા હતા અને ‘જય શ્રી રામ’ તેમજ ‘હાય રે શાહરુખ હાય... હાય...’ના નારા લગાવવા માંડ્યા હતા. એ પછી કાર્યકરોએ હોટલના પાછળના ગેટ પરથી છલાંગ મારીને હોટેલ પાર્કિંગમાં પાર્ક કરેલી કિંગખાનની મર્સિડિઝ ઉપર પથ્થરમારો કરીને કાચ ફોડી નાંખ્યા હતા.
‘હિટ એન્ડ રન’ કેસમાં સલમાનને રાહત 17/02/2016 5:39 am Mukesh Patel મુંબઈ ‘હિટ એન્ડ રન’ કેસમાં સલમાન ખાન પર તાજેતરમાં આરોપ મુકાયો છે કે તેણે કેસનો ચુકાદો પોતાના તરફી કરવા રૂ. ૨૫ કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ ૧૫મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે અને પિટીશનને નકારતાં સલમાનના જામીન મંજૂર કર્યાં છે.
Harish Uthaman joins Nayantara in her next 17/02/2016 5:54 am K.K. Joseph Actor Harish Uthaman is set to become the law once again for his next yet-untitled Tamil film that also features Nayantara
સારી અને સ્વસ્થ લાઈફસ્ટાઈલ ડિમેન્શિયાનું જોખમ ઘટાડે 16/02/2016 3:06 pm Achyut Sanghavi કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી છે. ૧૯૭૪માં વસ્તીમાં ૬૫થી વધુ વયના લોકોનું પ્રમાણ૧૪ ટકા હતું જે આજે ૧૮ ટકા છે. સ્મૃતિભ્રંશના રોગમાં સ્પષ્ટપણે વિચારવા કે ભૂતકાળને યાદ રાખવાની ક્ષમતાનો નાશ થાય છે.
યુદ્ધ પછીની અણધારી પરિસ્થિતિમાં દોઢ લાખ ભારતીયોનું ‘એરલિફ્ટ’ 17/02/2016 5:48 am Mukesh Patel મથુન્ની મેથ્યુઝ નામના મૂળ ભારતીય પરથી બનેલી ફિલ્મ ‘એરલિફ્ટ’નું રાજા કૃષ્ણ મેનનનું દિગ્દર્શન એટલું કાબિલે તારીફ છે કે, ‘એરલિફ્ટ’ દસ્તાવેજી જેવી ફિલ્મ હોવા છતાં જકડી રાખે તેવી છે. આ ફિલ્મમાં એક પણ શોટ, સંવાદ કે ગીત વધારાના ન લાગે.
એપ્રિલથી નિવૃત્ત થનારાં ૪૦ લાખ લોકોને સરકારી પેન્શનમાં અન્યાય 16/02/2016 2:55 pm Achyut Sanghavi બ્રિટનમાં ૪૦ લાખ લોકો એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે ત્યારે છેક ૧૯૭૮થી ભૂલભરેલાં પેન્શન રેકોર્ડ્સથી કેટલાક લોકો નિવૃત્તિમાં વધારે અને કેટલાક ઓછી આવક મેળવે તેવું જોખમ છે. નવી પેન્શન સિસ્ટમમાં સ્ત્રીઓને વધુ લાભ મળશે તેમ સરકારનું પણ કહેવું છે. છઠ્ઠી એપ્રિલથી ૧૧૯.૩૦ પાઉન્ડના વર્તમાન સાપ્તાહિક બેઝિક પેન્શનનું સ્થાન નવુ સરકારી પેન્શન લેશે, જેનો મહત્તમ ફ્લેટ-રેટ દર ૧૫૫.૬૫ પાઉન્ડ હશે. સરકાર સ્ટેટ પેન્શનની પદ્ધતિ વધુ સરળ અને સમજી શકાય તેવી બનાવવા સુગઠિત પ્રયાસ કરી રહી છે.
સરકારી કાગડા બધે કાળા! છ વર્ષ સુધી ઓફિસે ન ગયો છતાં પગાર ચાલુ રહ્યો 17/02/2016 5:49 am Mukesh Patel સ્પેનનો એક સરકારી કર્મચારી છ વર્ષ સુધી નોકરી પર આવ્યો નહોતો. તેમ છતાં આ સમયગાળા દરમિયાન તેને પગાર મળતો રહ્યો, આ અંગે કોઇને ઓફિસમાં જાણ પણ થઈ નહોતી. આનાથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ કર્મચારીની ગેરહાજરીનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિભાગે તેને લાંબી નોકરી માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યું. હકીકત સામે આવતાં તેને ૬૯ યુરોનો દંડ ફટકારાયો છે.જોકિન ગાર્સિયા નામની આ વ્યક્તિ પોતાના ઉપરીઓ વચ્ચે ફેલાયેલી ગેરસમજનો ફાયદો ઉઠાવીને કામથી ભાગતો રહ્યો. જ્યારે તેના વિભાગે તેની લાંબી નોકરીના માનમાં તેને એવોર્ડ આપવાનું નક્કી કર્યું ત્યારે તેની પૂછપરછ થઈ અને વાસ્તવિકતા સામે આવી.