જામનગરમાં દોડી ૮૬ ફૂટ લાંબી બાઇક 17/02/2016 5:52 am Mukesh Patel જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ અધધધ લાંબી બાઈક ૮૬ ફીટ અને ૩ ઈંચની છે. આ સાથે જ ૭૨ ફૂટ લાંબી બાઇકનો અગાઉનો વિક્રમ તૂટ્યો છે. નવેમ્બર ૨૦૧૫માં જામનગરમાં બનેલી આ અધધધ લાંબી બાઈકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસની ૨૦૧૬ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છ નવા બેગેજ સ્કેનર મશીન મુકાશે 17/02/2016 6:15 am Khushali Dave અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર મહિનાની અંદર છ નવા બેગેજ સ્કેનર મશીન મૂકવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હાલમાં પેસેન્જરોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે અને આ અંગેનો મુદ્દો તાજેતરમાં એરપોર્ટ ખાતે મળેલી એડવાઈઝરી કમિટીમાં સાંસદ પરેશ રાવલે ઉઠાવ્યો હતો. તેમજ પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમદાવાદ એરપોર્ટની સિક્યુરિટી વધુ સઘન બનાવી દેવાઈ છે. પેસેન્જરોના લગેજનો સી. આઈ. એસ.એફ. અને અન્ય સિક્યુરિટી એજન્સી દ્વારા ઝીણવટભરી ચકાસણી થાય છે. જેેથી મુસાફરો હેરાન થાય છે અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આ મુશ્કેલીનું નિવારણ ઝડપથી આવી જશે. એરપોર્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા નવા બેગેજ સ્કેનર મશીન ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે.
ચીનના વિજ્ઞાનીઓએ પેદા કર્યું સૂર્ય કરતાં ત્રણ ગણું તાપમાન 17/02/2016 5:50 am Mukesh Patel ચીનના જિયાંગશુ પ્રાંતમાં આવેલા એક અણુકેન્દ્રમાં પ્લાઝમા બનાવવા માટે વિજ્ઞાનીઓએ ૧૦૨ સેકંડ સુધી ૪.૯૯ કરોડ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પેદા કરવાની સિદ્ધિ મેળવી છે. તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ત્રણ ગણું વધારે અને મધ્યમ કદના થર્મોન્યુક્લિયર વિસ્ફોટ જેટલું હતું તેમ સાઉથ ચીનના અખબારે કહ્યું હતું.
મેચ ફિક્સિંગના આક્ષેપ બદલ નોટિસ 17/02/2016 5:54 am Vikram Nayak ભારતીય વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક હિન્દી ન્યૂઝ પેપરને ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સન સ્ટારે તાજેતરમાં એક સ્ટિંગ ઓપરેશન કરી ભારતીય ટીમના પૂર્વ મેનેજર સુનીલ દેવના હવાલાથી એવો આક્ષેપ કર્યો હતો કે ધોનીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૦૧૪માં રમાયેલી માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ફિક્સ કરી હતી. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન ધોનીએ એક હિન્દી પેપરને રૂ. ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી છે.
વેદ વ્યાસના પિતા ઋષિ પરાશર વાત્રક નદીના કિનારે...? 15/02/2016 9:54 am Nilesh Parmar વેદ વ્યાસનું નામ તો ક્યારેક આપણે ભાગવત-પારાયણમાં યે સાંભળ્યું હશે, પણ પરાશર મુનિનું? અમદાવાદથી મહેમદાવાદ જતાં કેટલાંક આધુનિક દેવાલયો જોવા મળે છે. પાવાપુરીની કઠીન યાત્રા ના કરી હોય તો રાસ્કા ગામના રસ્તે એવી જ દેવાલય-નગરી ખડી કરવામાં આવી છે. મહેમદાવાદ પહોંચતાં સિદ્ધિ વિનાયક મંદિરના દૂરથી જ દર્શન થાય.
જશોદાબહેને કરી RTI: નરેન્દ્ર મોદીએ પાસપોર્ટ માટે લગ્નના કયા દસ્તાવેજો આપ્યા હતા? 17/02/2016 6:18 am Khushali Dave નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદા મોદીએ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે પાસપોર્ટ મેળવવા માટે તેમણે પાસપોર્ટ માટે ક્યા લગ્નસંબંધી દસ્તાવેજોની વિગતો આપી હતી તે જાણવા માટે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં RTI એપ્લિકેશન કરી છે. મોદી સાથેના લગ્નના પુરાવારૂપે મેરેજ-સર્ટિફિકેટ અથવા જોઇન્ટ એફિડેવિટના અભાવે ગયા નવેમ્બર મહિનામાં જશોદાબહેને પાસપોર્ટ માટે કરેલી એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવ્યા પછી તેમણે RTIની આ અરજી કરી છે.
શાંતિ-ઐક્ય વગર ભારતની વિકાસકૂચ અશક્ય 16/02/2016 2:39 pm Vikram Nayak હજારો વર્ષ પુરાણી સભ્યતા અને સંસ્કૃતિ ધરાવતા ભારતમાં સેંકડો પેઢીઓ આવી અને ગઇ, પરંતુ તેની સભ્યતા, સંસ્કૃતિ પર ખતરો મંડરાયો હોવાનો સંકેત સુદ્ધાં નથી મળ્યો.