Advanced search


જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તાજેતરમાં આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ ટ્વિટર પર આ વીડિયો ક્લિપની ટ્વિટમાં સુષમા સ્વરાજને ટેગ કરવામાં આવ્યાં હતાં.

zika-virus-blood-sample-ap

zika-virus-blood-sample-ap

zika infected

zika infected

આતંકીઃ મેં બે કાફિરોને મારી ના...

ભારતમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓ પાછળ પોતાનો કોઈ હાથ નથી તેવો સતત દાવો કરતા રહેલા પાકિસ્તાનની પોલ ખોલતું એક ફોન રેકોર્ડીંગ બહાર આવ્યું છે. પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનારા આતંકીઓમાંના એક નાસિરે પહેલી જાન્યુઆરીની સવારે ૯:૨૦ કલાકે અપહૃત જ્વેલર રાજેશ વર્માના મોબાઇલ ફોનથી પાકિસ્તાન કોલ કર્યો હતો. પઠાણકોટ એરબેઝમાં સંતાયેલા નાસિરે પાકિસ્તાનના ફોન નંબર ૯૨૩૦૦૦૯૫૭૨૧૨ પર કોલ કરી તેના ચાચા અને માતા સાથે વાત કરી હતી. જેમાં આતંકી નાસિર તેની માતાને હુમલાની માહિતી આપતો સાંભળવા મળે છે. નાસિરે બે ભારતીયોની હત્યા કર્યાની માહિતી આપતાં જ પાકિસ્તાન સ્થિત તેની માતાએ તેને આશીર્વાદ આપ્યા હતા. આ તમામ વાતચીત પરથી એવું પણ સ્પષ્ટ થાય છે કે નાસિર આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની તેની માતાને જાણ હતી. 

મલાણા ગામના લોકો મોગલ સમ્રાટ અ...

હિન્દુ ધર્મ પરંપરામાં ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોય, પણ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જૂના મલાણામાં માત્ર ઋષિમુનિ અને મોગલ સમ્રાટ અકબરની પૂજા થાય છે. આ ગામના લોકો જમલુ ઋષિ અને અકબર સિવાય કોઈને પણ માનતા નથી. નવાઈની વાત તો એ છે કે આ ગામના લોકો પોતાને સિકંદરના સૈનિકોના વંશજો માને છે. અને તેમની વાતને સાવ નજરઅંદાજ કરવા જેવી પણ નથી, કેમ કે તેમની ભાષામાં ગ્રીક શબ્દો આવે છે.

pathankot attack

pathankot attack

malana village1

malana village1

malana village

malana village

boing-737

boing-737

અમદાવાદના કોટ વિસ્તારના પાંચ યુવકોમાંથી ચાર યુવકો સિરિયા-ઇરાક આઇએસઆઇએસની તાલીમ લઇને પરત આવ્યાના ઇનપુટ બાદ એન્ટી ટેરેરિસ્ટ સ્વોર્ડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોટ વિસ્તારના ચારેય યુવાનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ચારેય યુવકો ગુજરાતમાં અન્ય કોઇ રાજ્યના યુવાનોની મદદથી કોઇ મોટું ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના હોવાથી ચારેય યુવાનો અને તેમના સગાંસબંધીઓની પૂછપરછ શરૂ કરાઈ છે.