Advanced search


dawood ibrahim

dawood ibrahim

Mumbai Attack

Mumbai Attack

for jp_nhs

for jp_nhs

IMG_2180

IMG_2180

Nida Fajali

Nida Fajali

મુખ્ય પ્રધાનનાં દીકરી જમીનકૌ

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ મહેસૂલ પ્રધાન હતાં ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાટલા ગામે અનાર પટેલની સહભાગીદારીની વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી પ્રા. લિ.એ તબક્કાવાર ૨૪૫.૬૫ એકર જમીન હસ્તગત કર્યા બાદ બાકીના સર્વે નંબર ૨૫માંથી ૧૭૬.૭૭ એકર જમીન મળીને કુલ ૪૨૨.૩૯ એકર જમીન મેળવવાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. 
પ્રદેશ કોંગ્રેસના પીઢ અગ્રણીએ ચોથી ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજીને આ આક્ષેપ કરતાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આનંદ શર્માએ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને આનંદીબહેનનાં રાજીનામાંની અને આ જમીનકૌભાંડ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી - ‘સીટ’) રચવાની માગ કરી છે. 

હાર્દિક પટેલને જામીન એટલે શાં

પાટીદાર સંગઠનના કન્વીનર હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં સોમવારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આરોપી હાર્દિકની જામીન અરજીનો વિરોધ કરતાં કરતાં કહ્યું હતું કે, હાલના આરોપી રાજદ્રોહ જેવા ગંભીર પ્રકારના ગુનાનો આરોપી છે. આરોપી સામે પૂરતા પુરાવા છે. આ કેસમાં હજી અગત્યના સાક્ષીઓના પુરાવા લેવાના બાકી છે. તેથી કોર્ટ દ્વારા તેમને વધુ સમય ફાળવવામાં આવે. સુખડવાલાની અરજી માન્ય રાખીને કોર્ટે હાર્દિકને પોલીસ કસ્ટડીમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો. 

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત અનેક ઊઠાં ભણાવીને ૧૩૦૦ જેટલી રજા પાડનાર બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના મહિલા અધ્યાપિકા કૈલાસ પટેલને આખરે સસ્પેન્ડ કરી ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

રાણીપ જીએસટી ક્રોસિંગ નજીક આવેલા સાંકેત એપાર્ટમેન્ટના ડી-બ્લોકના પાર્કિંગમાં ચોથી ફેબ્રુઆરીએ મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આનાથી પાર્કિંગમાં પડેલા વાહનો સળગી ઉઠ્યા હતા અને જોતજોતામાં આગ લગભગ ચોથા માળ સુધી ફેલાઈ જતાં બીજા માળે રહેતા માતા અને પુત્રના દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.