આઇપીએલ ઓક્શનઃ ઓલરાઉન્ડર પવન નેગી, દીપક હૂડા છવાયા 10/02/2016 5:32 am Mukesh Patel બેંગ્લૂરુઃ એપ્રિલથી શરૂ થઇ રહેલી ઇંડિયન પ્રીમિયર લીગની નવમી સિઝન માટે શનિવારે યોજાયેલી ખેલાડીની હરાજીમાં યુવા ખેલાડી પવન નેગી અને દીપક હૂડા છવાઇ ગયા હતા. પવન નેગીને તેની બેઝ પ્રાઇઝ કરતાં ૨૮ ગણી વધુ કિંમતે રૂ. ૮.૫ કરોડમાં દિલ્હી ડેર ડેવિલ્સે ખરીદ્યો હતો. પવન નેગીની બેઝ પ્રાઇઝ ૩૦ લાખ રૂપિયા હતા. અનકેપ્ડ ખેલાડી દીપક હૂડાને સનરાઇઝ હૈદરાબાદે રૂ. ૪.૨ કરોડ ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે. દીપક હૂડાની બેઝ પ્રાઇઝ ૧૦ લાખ રૂપિયા હતી.
અનેક બાબતોનો પર્દાફાશ કરતી ડેવિડ હેડલીની કબૂલાત 10/02/2016 5:45 am Mukesh Patel મારી વય વધુ હતી, નહીં તો હું આર્મી સામે લડ્યો હોતહું હાફિઝ સઇદનાં ભાષણોથી પ્રભાવિત થયો હતો. હું કાશ્મીરમાં ભારતીય લશ્કર સામે લડવા માગતો હતો, પણ લખવીએ કહ્યું કે મારી ઉંમર વધારે છે. બીજા કોઈ કામમાં ઉપયોગ કરીશું.
NRI ભારતમાં મકાન ખરીદી શકશે 10/02/2016 7:02 am Khushali Dave વારે તહેવારે વતન આવતાં બિનનિવાસી ભારતીયો હવે ભારતમાં મકાન ખરીદી શકશે તેમ નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રિડ્રેસલ કમિશને (એનસીડીઆરસી) એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં એનઆરઆઇને ફલેટનો કબજો આપવાનો ઇનકાર કરનાર એક રિઅલ એસ્ટેટ કંપનીને એનઆરઆઇને રૂ. ૬૪ લાખ પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે.
બ્રિટન પણ માને છે, દાઉદ પાકિસ્તાનમાં જ છે 10/02/2016 5:35 am Mukesh Patel પાકિસ્તાન ભલે ઇન્કાર કરતું હોય કે ભારતનો દુશ્મન નંબર-વન દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં નથી, પરંતુ બ્રિટને તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં આ માફિયા ડોનનું સરનામું પાકિસ્તાનનું જણાવાયું છે.
GM mosquitoes could solve zika crisis, say scientists 10/02/2016 5:08 am Mitul Paniker Scientists have claimed that millions of genetically modified mosquitoes should be released into countries affected by Zika, to bring the disease under control.
26/11ના મુંબઇ હુમલામાં પાકિસ્તાનનો હાથ 10/02/2016 5:42 am Mukesh Patel મહાનગર મુંબઇ પર ૨૦૦૮માં ૨૬ નવેમ્બરના રોજ થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈઇબાના આતંકવાદીમાંથી આ કેસમાં તાજના સાક્ષી બનેલા ડેવિડ કોલમેન હેડલીએ અમેરિકી જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની આપતા પાકિસ્તાનનો આતંકી ચહેરો બેનકાબ કરી નાખ્યો છે. તેણે આપેલી જુબાની ચોંકાવનારી જ નથી, પણ એક આતંકવાદી કૃત્યમાં પાકિસ્તાનના અધિકારી કઇ રીતે સંડોવાયેયા તે પણ ખુલ્લું પડ્યું છે. આતંકી હુમલાના આ કેસની સુનાવણી કરી રહેલી વિશેષ ‘ટાડા’ કોર્ટના ન્યાયાધીશ જી. એ. સનાપ સમક્ષ હેડલીએ જુબાની આપી હતી. ચોંકાવનારી કબૂલાત કરતાં ડેવિડ હેડલીએ જણાવ્યું હતું કે ૨૦૦૮ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુંબઇ પર હુમલો કરવાના બે નિષ્ફળ પ્રયાસો કરાયા હતા. હેડલીએ આ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી વડો હાફિઝ સઇદ અને તેનો ગાઢ સાથી ઝકી-ઉર રહેમાન લખવી હોવાની માહિતી અદાલતને આપી હતી. તેમ જ હુમલાના આ ષડયંત્રમાં સીધા સંકળાયેલા પાકિસ્તાની સેના અને આઇએસઆઇના મેજર ઇકબાલ અને મેજર અલીનાં નામ પણ આપ્યાં હતાં.
તમારું શરીર ઘરડું ક્યારે થાય છે? (ભાગ-૧) 03/02/2016 8:36 am Nilesh Parmar તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો. બાળકના જન્મ પછીથી લગભગ ૧૫થી ૧૮ વર્ષનો ગાળો વિકાસનો ગણાય. આ પછીથી શરીરનો વિકાસ થવાનું બંધ થાય ને અવયવોની કાર્યક્ષમતા ક્રમશઃ ઘટતી જાય. જોકે દરેક અવયવની કાર્યક્ષમતા ઘટવાનો સમયગાળો જુદો-જુદો હોય છે.
નેટ ન્યૂટ્રાલિટી જ ચાલુ રહેશે 10/02/2016 7:11 am Khushali Dave ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ સોમવારે નેટ ન્યૂટ્રાલિટીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટ્રાઇના આ નિર્ણયથી ફેસબુકની 'ફ્રી બેઝિક્સ' અને એરટેલની 'એરટેલ ઝીરો' યોજનાઓને મોટો ફટકો પડયો છે. સોમવારે ટ્રાઇએ જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્ટરનેટ ડેટા માટે અલગ કિંમત હોઈ શકે નહીં. ટ્રાઇએ જાહેર કરેલા દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કોઈ પણ ઓફર દ્વારા અલગ-અલગ સર્વિસ માટે અલગ-અલગ ટેરિફ પ્લાન્સ જાહેર કરી શકશે નહીં.