Advanced search


પાકિસ્તાન કાશ્મીર પરનો કબજો છ

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર ભારતના દાવાને બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સમર્થન જાહેર કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, આ મામલે તેઓ ભારતનાં સમર્થનમાં ઊભા છે. 'પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જ હિસ્સો છે અને પાકિસ્તાને તેનો કબજો છોડી દેવો જોઇએ. પાકિસ્તાનનો ગુલામ-કાશ્મીર પરનો કબજો ગેરકાયદે છે.'

Bob Blakcman in Kashmir

Bob Blakcman in Kashmir

JNU's Umar Khalid

JNU's Umar Khalid

માત્ર રૂ. ૨૫૧ઃ ભારતમાં લોન્ચ થ

ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિંગીંગ બેલ્સે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૧૮ ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો છે. માત્ર ૨૫૧ રૂપિયાની કિંમતનો આ સ્માર્ટફોન છે. ‘ફ્રીડમ ૨૫૧’ નામનો આ થ્રી-જી હેન્ડસેટ ૪ ઈંચનો એચડી ડિસપ્લે ધરાવે છે. મેક ઇન ઇંડિયા ઝુંબેશ અંતર્ગત આ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

હું ભારતીય છું... સંવિધાન અને ન્...

હું ભારતીય છું અને મારા દેશના સંવિધાન તથા ન્યાયતંત્રમાં મને પૂરો ભરોસો છે. મારા પર મૂકાયેલા આરોપો સાચા હોવાનું સાબિત કરતો પુરાવો હોય તો રજૂ કરો, હું જેલમાં જવા પણ તૈયાર છું. આ શબ્દો છે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ યોજીને ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા કન્હૈયા કુમારના. ડાબેરી પક્ષ સીપીઆઇ (એમ)ના સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ કન્હૈયા કુમારની પોલીસે ધરપકડ કરી છે. બુધવારે કોર્ટમાં હાજર કરાયેલા કન્હૈયા કુમારે ખુલ્લા મને પોતાની વાત જજ સમક્ષ મુકતા આ લાગણી વ્યક્ત કરી હતી.

દક્ષિણ ચીની સાગરમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ સર્જાયો છે. ચીને અહીં એક વિવાદિત ટાપુ પર સરફેસ ટુ એર મિસાઇલ તેનાત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે અહીં રડાર સિસ્ટમનો સેટઅપ પણ ઊભો કર્યો છે. અમેરિકા અને ભારત આ વિસ્તારમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવાના છે એ સમાચારો પ્રસરતાં ચીને આ આક્રમક પગલું લીધું છે. ઉલ્લેખનીય છે કે, ચીન દક્ષિણ ચીની સાગર પર પોતાનો હક છે તેવું દર્શાવતો આવ્યો છે. સૂત્રો મુજબ, ચીને દક્ષિણ ચીની સાગરમાં આઠ મિસાઇલ સાથે વૂડી ટાપુ પર એક રડાર સિસ્ટમ પણ ઊભું કર્યું છે.

ભારતીય સંસ્કૃતિના અભ્યાસુ ડે

સંસ્કૃત, તમિલ અને તેલુગુના ભાષાવિદ્ નિષ્ણાત પ્રોફેસર ડેવિડ સુલેમાનને ઈઝરાયેલના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક ઈન્ડોલોજી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ૧૭મી ફેબ્રુઆરીએ કરાઈ છે. પ્રો. ડેવિડ ભારતીય સંસ્કૃતિના અભ્યાસમાં તજજ્ઞ છે. ખાસ કરીને ભારતના ધર્મો અને તત્ત્વજ્ઞાન પર તેમની પકડ જાણીતી છે. વધુમાં તેઓ સંસ્કૃત, તમિલ, તેલુગુ સહિતની ભારતીય ભાષાઓના પણ જાણકાર છે.

David Shulman

David Shulman

સાબરમતીના રામનગર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં તમે વર્ષો પહેલાં ગયા હો તો ત્યાં દૂરથી જ ઉકરડાની દુર્ગંધ આવતી હતી, પણ આજે આ વિસ્તાર ફૂલોથી મહેકે છે. આ કમાલ છે, બીજા વિશ્વયુદ્ધના સૈનિકના એનઆરઆઈ દીકરા હેમંત વ્યાસની અથાક મહેનતની. હેમંત કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પણ પાકા અમદાવાદી છે. તેમના પિતા કાંતિલાલ વ્યાસનું અવસાન થતાં કેનેડાથી પરત ફરેલા હેમંતભાઈએ જ્યારે તેમના પૈતૃક નિવાસસ્થાને પગ મૂક્યો ત્યારે તેમના ઘરની બાજુમાં જ એક મોટી કચરા પેટી હતી. ઘરની બાજુમાં જ આવેલા ઉકરડાને બગીચામાં ફેરવવાનો તેમણે નિર્ધાર કર્યો. શરૂઆતમાં તો કોઈએ સાથ ન આપ્યો પછી ધીરે ધીરે સૌ એમની સાથે જોડાતા ગયા. આસપાસના રહેવાસીઓની મદદથી તેમણે દોઢ વર્ષની મહેનત બાદ વર્ષ ૨૦૦૪માં ‘સાંઇ ઉદ્યાન’ બનાવ્યું.