Advanced search


સ્વામિનારાયણ મંદિર સલાલના પ્

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર – વિશ્વ શાંતિ કેન્દ્ર રજત મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારામ મંદિર, સલાલનો પ્રથમ પાટોત્સવ ભારે દબદબાપૂર્વક યોજાયો હતો. બે દિવસીય કાર્યક્રમમાં વ્યસનમુક્તિ રેલી તેમજ વ્યસનમુક્તિ શિબિરનું આયોજન કરાયું હતું. 

આર્જેન્ટિનામાં એમેચ્યોર યૂથ ટીમોની એક લીગ મેચમાં રેડ કાર્ડ દર્શાવવાથી નારાજ થયેલા ફૂટબોલરે મેદાન પર જ રેફરીને ગોળીઓ મારી દીધી હતી. કોરડોબામાં સ્થાનિક યૂથ ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે ૪૮ વર્ષીય રેફરી સિઝર ફ્લોરેસે એક ખેલાડીને રેડ કાર્ડ દર્શાવીને મેદાનની બહાર કર્યો હતો. આ યુવા ખેલાડી પોતાના સાથીઓ પાસેથી રિવોલ્વર લઈને મેદાનમાં પહોંચ્યો હતો અને તેણે ક્રૂરતાપૂર્વક રેફરી પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. લોહીલુહાણ રેફરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કેટલીક મિનિટો બાદ તેમનું નિધન થયું હતું.

સુપ્રીમકોર્ટે કોંગ્રેસને આંચકો આપતાં અરુણાચલ પ્રદેશમાં યથાસ્થિતિ જાળવી રાખવાના પોતાના આદેશને ૧૮મી ફેબ્રુઆરીએ પાછો ખેંચી લીધો હતો. કેન્દ્રિય પ્રધાનમંડળે ૧૭મી ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી હતી. તેના થોડા કલાકો બાદ કોર્ટે રાજ્યમાં યથાસ્થિતિ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યા કાલિખો પુલે અગાઉ રાજ્યપાલ જે.પી. રાજખોકા સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની પાસે ૬૦ સભ્યોની વિધાનસભામાં ૩૧ સભ્યોનું સમર્થન છે.

સાઉથ એશિયન ગેમ્સઃ ભારતે મેડલન

અસમ રાજ્યના ગુવાહાટી અને શિલોંગમાં યોજાયેલી ૧૨મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખતાં ૧૮૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ સાથે કુલ ૩૦૮ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૧૨મી સાઉથ એશિયન ગેમ્સના અંતિમ દિવસે ભારતીય મહિલા બોક્સર મેરિ કોમ અને સરીતા દેવીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

South Asian games logo

South Asian games logo

Salal no Patotsav

Salal no Patotsav

માઈક્રોસોફટ ઈન્ડિયાએ એજ્યુકેશન ઈનોવેટર્સના ૨૦૧૫-૨૦૧૬ના કલાસમાં રાજકોટની બીજલ દામાણી સહિત ગુજરાતમાંથી છ ઈનોવેટિવ એજ્યુકેટર્સ અને બે શોકેસ સ્કૂલોની પસંદગી કરી છે. માઈક્રોસોફટે સમગ્ર ભારતમાંથી ૧૬૮ માઈક્રોસોફટ ઈનોવેટિવ એજ્યુકેટર (MIE) એકસ્પર્ટસ અને ૪૫ માઈક્રોસોફટ શોકેસ સ્કૂલોની પસંદગી કરી છે. તેમાં ગુજરાતના આ એજ્યુકેટર્સ અને સ્કૂલ સામેલ છે.

સૂકાભઠ્ઠ ગામને પૂર્વસૈનિકે ‘

લશ્કરમાં ફરજ બજાવ્યા બાદ સરપંચ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકાના મેસપર ગામની ૨૦ વર્ષ જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવી દીધો. ૧૯૯૪માં સૈન્યનિવૃત્તિ બાદ રાજેન્દ્રસિંહ ગામમાં આવ્યા ત્યારે ગામમાં પીવાના પાણીની તંગી હતી અને પાણીની અછતને કારણે લોકો હિજરત કરવા લાગ્યા હતા. સરકારી ટેન્કરોથી પીવાનું પાણી મળતું હતું. તેમણે જોયું કે, વરસાદી પાણી વહી જતું હોવાથી ગામમાં ચોમાસું પૂરું થાય સાથે પાણીની સમસ્યા શરૂ થતી હતી. ચોમાસાની એક સિઝન ખેડૂત લઈ શકતો હતો. ત્યારબાદ પીવાનું પાણી પણ મહામુસીબતે મળતું હતું. તેમને જાણવા મળ્યું કે, સરકારની વોટરશેડ યોજનાને કારણે જામકંડોરણાના મેઘવાડ ગામે ચેકડેમ બનાવાયા હતા અને તેનાથી પાણીની સમસ્યા દૂર થઈ શકે તેમ હતી. આથી તેમણે ત્યાં જઈને સમગ્ર યોજનાનો અભ્યાસ કર્યો અને તેને ત્યાં લાગુ કરવા પ્રયાસ હાથ ધર્યા.

Rajendrasingh Jadeja

Rajendrasingh Jadeja