પ્રીતિ પટેલ બ્રિટનને ઈયુમાંથી બહાર રાખવાના અભિયાનમાં મોખરે 09/02/2016 1:19 pm Achyut Sanghavi લંડનઃ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે બ્રિટનને યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બહાર રાખવાના અભિયાનની બાગડોર સંભાળી હોવાનું કહેવાય છે. તેઓ આ મુદ્દે ઈયુમાં રહેવાના પ્રખર હિમાયતી વડા પ્રધાન કેમરન સામે મોરચો માંડવાના છે અને ટુંક સમયમાં તેમને મળવાના પણ છે. આના પગલે તેઓ ‘આઊટ’ કેમ્પેઈનના પોસ્ટર ગર્લ બનવાની અપેક્ષા છે. ઉભરતાં કેબિનેટ મિનિસ્ટર પ્રીતિ પટેલ ૧૯૭૦ના દાયકામાં યુગાન્ડા છોડી યુકે આવનારા ભારતીય ગુજરાતી પરિવારનું સંતાન છે. તેમણે હત્યારાઓ અને બળાત્કારીઓ માટે દેહાંતદંડની ખુલ્લી તરફેણ કરી બધાને ચોંકાવી દીધા હતા.
મહિલા વાહનચાલકો માર્ગ પર વિચારોમાં ખોવાઈ જવાની શક્યતા 09/02/2016 1:19 pm Achyut Sanghavi લંડનઃ પુરુષોની સરખામણીએ મહિલા વાહનચાલકો ડ્રાઈવિંગ કરતી વખતે વિચારમાં ખોવાઈ જાય છે અને પરિણામે તેમની યાદદાસ્ત પર પડદો પડી જવાની શક્યતા વધુ રહે છે. AAના સંશોધન સાતમાંથી એક કરતા વધુ વાહનચાલકે સ્વીકાર્યું હતું કે માર્ગ પર વાહન ચલાવતી વખતે તેમનું મગજ નિયમિતપણે શૂન્ય થઈ જાય છે.
યુકેની મસ્જિદો મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય 09/02/2016 1:19 pm Achyut Sanghavi લંડનઃ યુકેની ૯૦થી વધુ મસ્જિદોને મુલાકાતીઓ માટે ખુલ્લી કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસ્લિમો પોતાના ધર્મ વિશે સમજ આપી શકે. ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને આશા વ્યક્ત કરી હતી કે રવિવારે મુલાકાતીઓ માટે ખુલ્લો દિવસ ફેઈથ કોમ્યુનિટીઓ માટે તણાવગ્રસ્ત માહોલમાં એકતાનું દર્શન કરાવશે. યુકેની કુલ વસ્તીના આશરે પાંચ ટકા એટલે કે આશરે ૩૦ લાખ લોકો મુસ્લિમ છે અને અંદાજે ૧,૭૫૦ મસ્જિદ છે. ‘ઓપન ડે’ યોજનામાં લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, લીડ્ઝ, ગ્લાસગો, કાર્ડિફ અને બેલફાસ્ટની મસ્જિદોનો સમાવેશ થાય છે.