Advanced search


BMAGની ‘ફેઈથ ઈન બર્મિંગહામ’ ગેલર...

બર્મિંગહામઃ યુનાઈટેડ કિંગ્ડમમાં વિશ્વસ્તરીય બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી (BMAG) દ્વારા પાંચ ફેબ્રુઆરીએ નવી ગેલરી ‘ફેઈથ ઈન બર્મિંગહામ’ લોન્ચ કરાઈ છે. આ ગેલરી ક્રિશ્ચિયાનિટી, ઈસ્લામ, હિંદુત્વ, બૌધ્ધવાદ, શીખવાદ અને જ્યુડાઈઝમની અનોખી ઝાંખી કરાવે છે. આ ગેલરીમાં ગણેશ અને વિષ્ણુની ૧૧મી સદીની બિહારની મૂર્તિઓ, પૂર્વ ભારતમાંથી ૧૧મી સદીનું શિવ લિંગમ, મૈસુરથી ૧૩મી સદીનું નંદીનું શિલ્પ તેમજ વિવિધ હિન્દુ કળાકૃતિઓ પ્રદર્શનાર્થે મૂકાઈ છે.

રહોડ્સવિરોધી અભિયાનમાં નાણા

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અપાયેલા ભંડોળથી ચાલતા ‘રહોડ્સ મસ્ટ ફોલ’ અભિયાને સ્ટુડન્ટ્સ યુનિયનના ફંડને તળિયે લાવી દીધું છે. ઓરિયેલ કોલેજની બહાર સેસિલ રહોડ્સની પ્રતિમા દૂર કરવા ઈચ્છતા કેમ્પેઈન ગ્રૂપને સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા ભંડોળ અપાતું હોવાનું ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (OUSU)ની વેબસાઈટ પર જારી કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે. યુનિયનને પણ મોટા પાયે યુનિવર્સિટી દ્વારા ભંડોળ મળે છે.

Man shot dead in Birmingham warehouse...

56-year-old Akhtar Javeed, was shot dead in a raid at the premises of his catering supplies business in Digbeth, Birmingham.

Faith in Birmingham museums-1

Faith in Birmingham museums-1

Statue of Cecil Rhodes

Statue of Cecil Rhodes

રંગભેદ સામે લડત આપનારા અહેમદ ક...

લંડનઃ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ લડત ચલાવનાર ૮૬ વર્ષીય અહેમદ ‘કેથી’ કથરાડા અને ૮૨ વર્ષીય ડેનિસ ગોલ્ડબર્ગનું બહુમાન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાતા નેલ્સન મંડેલા સાથે કથરાડાએ પણ રોબેન આઈલેન્ડની જેલમાં ૨૬ વર્ષ વીતાવ્યા હતાં. ડેનિસ ગોલ્ડબર્ગે ૨૨ વર્ષનો કારાવાસ વેઠ્યો હતો. બ્રિટિશ મજૂર પરિવારમાં જન્મેલા ગોલ્ડબર્ગને આફ્રિકાની રંગભેદી સરકારે સૌથી વધુ જોખમી વ્હાઈટમેન ગણાવ્યા હતા.

ધાર્મિક લોકો નાસ્તિકો કરતા વધ

લંડનઃ કોઈ ધર્મમાં નહિ માનતા અથવા નાસ્તિક લોકોની સરખામણીએ ધાર્મિક લોકો વધુ સુખી કે ખુશ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા કહે છે. યુકેમાં તમામ ધર્મોમાં હિન્દુઓ સૌથી વધુ એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ સુખી જણાયા છે. ખુશ હોવાની બાબતે ખ્રિસ્તીઓ બીજા, શીખ ત્રીજા અને બૌદ્ધો ચોથા ક્રમે આવે છે.

Ahmed -Kathy- Kathrada and Denis Goldberg

Ahmed -Kathy- Kathrada and Denis Goldberg

(ડાબેથી) અહેમદ ‘કેથી’ કથરાડા,  ડેનિસ ગોલ્ડબર્ગ, લોર્ડ જોએલ જોફ અને જ્યોર્જ બિઝોસ

Happiest Hindus

Happiest Hindus

Heathrow Terminal

Heathrow Terminal