Advanced search


graphics1

graphics1

graphics1

યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ૩૫મા ક્રિસમસ લંચનું સુંદર આયોજન તાજેતરમાં ક્રોયડનની લેનફ્રેન્ક એકેડેમી ખાતે કરાયું હતું. આ પ્રસંગે ક્રોયડનના મેયર પેટ્રીસીયા હે-જસ્ટીસ, ક્રોયડન કાઉન્સિલના નેતા ટોની ન્યુહામ સહિત સ્થાનિક ચર્ચ અને સંગઠનોના પ્રતિનિધીઅો મળી ૧૨૦ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌએ ગુજરાતી બહેનો દ્વારા બનાવાયેલા શુધ્ધ શાકાહારી ભોજનનો આનંદ લીધો હતો. છેલ્લા ૩૫ વર્ષથી યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટી દ્વારા ક્રોયડનમાં વસતા સ્થાનિક સમુદાયના લોકો સાથે ભાતૃભાવ, પ્રેમ અને સૌહાર્દ વધે તે આશયે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવે છે.

"ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ" સાથે છેલ્લા ૩૨ વર્ષથી કાર્યરત સુરેન્દ્રભાઇ પટેલનાં માતુશ્રી મણીબા ૮૫ વર્ષની વયે બુધવાર, ૧૦ ફેબ્રુઅારીના રોજ સ્વર્ગવાસી થયાં છે. દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ધામણ ગામના મૂળવતની અને વર્ષો સુધી મલાવી રહ્યા બાદ હાલ ઇસ્ટ લંડન સ્થિત પૂ. મણીબા થોડા મહિનાથી કેન્સરની ગંભીર બિમારીથી પીડાતાં હતાં. મણીબાના સૌથી નાના પુત્ર સુરેન્દ્રભાઇએ શ્રવણની જેમ સતત સાથે રહી ખૂબ સ્નેહપૂર્વક સેવા કરી એ ધન્યવાદને પાત્ર છે. સદગત મણીબાના અાત્માને પ્રભુ ચિરશાંતિ અાપે એવી “ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ” (લંડન તથા અમદાવાદ અોફિસ પરિવાર)ની પ્રાર્થના. સંપર્ક: 07875 229 220

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા આરોગ્ય શિબીરનું આયોજન તા. ૩૦-૧-૧૬ શનિવારના રોજ બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લેસ્ટર સ્થિત વિિવધ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ પરથી આરોગ્ય વિષયક માહિતી મેળવી હતી.

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વાર

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે તા. ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક દેશભક્તિ ગીતના ગાન સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના બર્મિંગહામ સ્થિત કોન્સેલ જનરલ શ્રી જેકે શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ત્રિરંગા રાષ્ટ્રદ્વજને ફરકાવીને સલામી અર્પી હતી.

Chrismus-Lunch

Chrismus-Lunch

પ્રસ્તુત તસવીરમાં ભોજન પિરસતા ડાબેથી નીતિનભાઇ મહેતા તેમજ વોલંટીયર્સ બહેનો બકુલાબેન ભટ્ટ, પ્રતિભાબેન મહેતા, લીલાબેન જેઠવા, પ્રતિભાબેન જેઠવા, લતાબેન દોશી, નલિનીબેન કોઠારી અને વિલાસબેન શાહ નજરે પડે છે

Screen Shot 2016-02-10 at 15.29.56

Screen Shot 2016-02-10 at 15.29.56

Manibaa

At various events we hear the British politicians and our own Lords and MPs praising the achievements of the Asians, especially the Indian community. So far so good.