• સુપરમાર્કેટ્સ ઓફર્સ પર પ્રતિબંધની શક્યતા 15/02/2016 5:21 am Achyut Sanghavi એકની ખરીદી સામે એક મફત અને ખાસ સોદા જેવી ગેરમાર્ગે દોરતી સુપરમાર્કેટ્સ ઓફર્સ પર પ્રતિબંધ આવી શકે છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા કાનૂનમાન્ય સુપર-કમ્પ્લેઈન્ટના પરિણામે વેઈટરોસ, ટેસ્કો, સેઈન્સબરી અને અસ્ડા સહિતના મોટા સ્ટોર્સ સત્તાવાર તપાસ હેઠળ આવ્યા છે. તાજેતરના સંશોધન અનુસાર આવી ઓફર કે સોદા ખરીદારોને વર્ષે વધારાના ૧,૦૦૦ પાઉન્ડ ખર્ચવા લલચાવે છે. મલ્ટિ-બાય ઓફર્સ સાચી બચત કરાવતા ન હોવાની ફરિયાદ Which?ની છે.
વગર હાથે જીવંત ચિત્રો દોરતો કલાકાર 13/02/2016 6:12 am Nilesh Parmar ભગવાન જ્યારે શરીરમાં કોઈ ખામી આપે છે ત્યારે સૂઝબૂઝ એટલી જ ઠાંસી ઠાંસીને આપે છે. પોલેન્ડનો મેરીઅઝ કેઝીએર્સ્કી નામનો ૨૩ વર્ષનો યુવક હાથ વિના જન્મ્યો છે. તેને હાથના નામે લગભગ અડધી લંબાઈનું અવિક્સિત હાડકું છે. હાડકાંની આ ખાંચમાં તેણે પીંછી અને પેન્સિલ પકડીને અદભૂત આર્ટ રચી છે. છેલ્લા સાત વર્ષમાં તેણે ૧૫ હજાર કલાક ચિત્રો દોરીને લગભગ ૭૦૦ આર્ટવર્ક્સ તૈયાર કર્યા છે. મોટાભાગના ચિત્રો દોરતાં તેને એવરેજ વીસથી ત્રીસ કલાક લાગ્યા છે.
પાટીદાર આંદોલન બંધ કરવા મને રૂ. ૧૨૦૦ કરોડની ઓફર થઈઃ હાર્દિક પટેલ 13/02/2016 6:22 am Khushali Dave પાટીદાર સંગઠનના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી તાજેતરમાં તેના પિતા ભરત પટેલને સંબોધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં પરિવારના હાલચાલ પૂછવા સાથે આંદોલન બંધ કરવા માટે એક આઇએએસ અધિકારીએ રૂ. ૧૨૦૦ કરોડની ઓફર તેને કરી હોવાની સ્ફોટક વાત પણ લખી હતી. ૧૨મી ફેબ્રુઆરીએ હાર્દિકના કાકા અને પાસના કાર્યકર્તા નિખિલ સવાણી લાજપોરની જેલમાં હાર્દિકને મળવા ગયા ત્યારે આ પત્ર હાર્દિકે તેમને આપ્યો હતો. જોકે આંદોલન સાથે સંકળાયેલા વર્તુળો હાર્દિકના આ પત્રની અધિકૃતતા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે.
સોનિયા - રાહુલે કોર્ટમાં હાજર નહીં રહેવું પડેઃ સુપ્રીમ 13/02/2016 6:09 am Khushali Dave કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૨મી ફેબ્રુઆરીએ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, માતા - પુત્રએ ૨૦ ફેબ્રુઆરીએ હાઈ કોર્ટમાં હાજર રહેવાની જરૂર નહીં રહે. અલબત્ત, બંને કોર્ટની કાર્યવાહીમાં દખલ પણ દઈ શકશે નહીં.