Advanced search


સીરિયામાં હુમલા પછી બ્રિટિશ સ

લંડનઃ બ્રિટને સીરિયામાં હવાઈ હુમલા શરુ કર્યા પછી ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ભયના કારણે બ્રિટનના અનેક સાંસદોએ તેમના ઘર અને મત વિસ્તારની સુરક્ષા વધારવા બ્રિટિશ સરકારને વિનંતી કરી છે. બ્રિટિશ સાંસદોએ આઈએસના આતંકવાદીઓ દ્વારા તેમને લક્ષ્યાંક બનાવાશે એવો પણ ભય વ્યક્ત કર્યો છે. ISની ધમકીના પગલે બ્રિટને સાંસદોની સલામતી રાતોરાત વધારી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઈસ્લામિક સ્ટેટ પાસે વિરોધી રાજકીય હસ્તીઓેની હત્યા કરવા પોલિટિકલ એસેસિનેશન યુનિટ નામે અલગ જૂથ છે. આ જૂથે તેની કામગીરી બ્રિટન સુધી લંબાવી હોવાનું કહેવાય છે. ISના ૩૦૦થી વધુ સમર્થકો બ્રિટનમાં હોવાના પણ ગુપ્તચર અહેવાલો છે.

Dharamsala to host World T20 India-Pakistan match

Dharamsala to host World T20 India-Pakistan match

nus_website

nus_website

Nusrat Ghani threatened on social media 

British MPs- IS Hit List-1

British MPs- IS Hit List-1

Mark & Carol Thatcher

Mark & Carol Thatcher

વૃદ્ધો સાથે લાખોની છેતરપીંડી

લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે નવ અપરાધીની બનેલી ‘બેન્ક ઓફ ટેરર’ કુરિયર ગેંગને દેશના સૌથી મોટા કુરિયર છેતરપીંડી કૌભાંડમાં ભૂમિકા બદલ દોષિત જાહેર કરી છે. અપરાધીઓએ સાત પેન્શનર વૃદ્ધો સાથે કુલ ૨૭૩,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી કરી હતી, જેમાં નોર્થ વેસ્ટ લંડનના ૯૪ વર્ષીય વૃદ્ધ સાથે ૧૩૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી મુખ્ય છે. આ નાણાનો ઉપયોગ ત્રાસવાદને ઉત્તેજન આપવામાં થતો હોવું કહેવાય છે. જોકે, આવો આરોપ લગાવાયો ન હોવાથી જ્યુરીએ તેના પર વિચાર કર્યો ન હતો. આવી ઘણી ગેંગની બ્રિટનમાં જાળ ફેલાયેલી છે અને સંખ્યાબંધ ભારતીયો પણ છેતરપીંડીનો શિકાર બન્યા હોવાનું કહેવાય છે. આ કૌભાંડના એક આરોપી મોહમ્મદ દાહીરને જામીન પર છોડાવવા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કોર્ટને પત્ર લખ્યો હતો.

માર્ગારેટ થેચરની આઈટમ્સની હર

લંડનઃ પૂર્વ વડા પ્રધાન ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચરના ૬૨ વર્ષીય જોડિયા સંતાનો સર માર્ક અને કેરોલ થેચર વચ્ચે માતાની કેટલીક ચીજવસ્તુઓની હરાજીના મુદ્દે ભારે વિખવાદ થયો છે. કેરોલ થેચરે પૂર્વ વડા પ્રધાનની હેન્ડબેગ્સ, પગરખાં અને કેટલાંક મેમેન્ટો સહિત ૩૫૦થી વધુ આઈટમ ક્રિસ્ટીઝ ખાતે હરાજીમાં મૂકી છે, જેમાંથી ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ મળવાની ધારણા છે. બહેનના નિર્ણયથી સર માર્ક થેચર ઘણા નાખુશ છે.

જેગુઆર લેન્ડ રોવરનો સ્લોવેકિ

લંડનઃ યુકેસ્થિત કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર સેન્ટ્રલ યુરોપના સ્લોવેકિયામાં એક બિલિયન પાઉન્ડના ખર્ચે ફેક્ટરી સ્થાપશે. ભારતીય તાતા ગ્રૂપની માલિકી હેઠળ ઝડપી પ્રગતિ સાધી રહી છે અને દરિયાપાર આ તેનો ત્રીજો એસેમ્બલી પ્લાન્ટ હશે. સંપૂર્ણપણે નવા એલ્યુમિનિયમ વાહનો માટેના પ્લાન્ટમાં ૨,૮૦૦ વર્કરને નોકરી મળશે.

Courier fraud gang

Courier fraud gang

ઉપર (ડાબેથી) મોહમ્મદ શરીફ આબોકર, અચમેદ અબુલઝીઝ અહમદ અને અનરુલ ઈસ્લામ વચ્ચે- ફાહીમ ઈસ્લામ, મખ્ઝુમી અબુકર અને મોહમ્મદ દાહીર, નીચલી હરોળ- સકારિઆ એડેન, યાસીર અબુકર અને મોહમ્મદ યુસુફી

Jeremy Corbyn and Mohamed Dahir

Jeremy Corbyn and Mohamed Dahir