માતા પિતાના જીવનનું બળ બનતો નિશીત શાહ 11/12/2015 10:00 am Kamal Rao તમે પંદર સોળ વર્ષથી ઘર છોડીને ક્યાંય બહાર હોલીડેઝ પર ગયા ન હો કે પછી અસક્ષમ બાળકને કારણે નજીકના મંદિરે, પાર્કમાં કે પ્રસંગોમાં ન જઇ શકો તો તમારી હાલત કેવી થાય? તમે નોકરી ધંધામાં કામ પરોવી શકો ખરા? આવા ઘણાં પ્રશ્નો જેમનું બાળક અસક્ષમ હોય કે જાતે ટોયલેટ - બાથ પણ ન લઇ શકે તેવું હોય તેના માતા પિતાને સતાવતા હોય છે. સતત ચિંતાતુર રહેતા માતા પિતાને મન આવા બાળકોનું મુલ્ય કેટલું હોય છે તે તો તેમના માતા પિતા જ જણાવી શકે.
કોર્બીનની નીતિઓ સાથે અસંમત શેડો મિનિસ્ટર્સને દૂર કરાશે 15/12/2015 4:49 am Achyut Sanghavi લંડનઃ ઓલ્ધામ વેસ્ટ એન્ડ રોયટોન પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા પછી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીનની હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેઓ પોતાની યુદ્ધવિરોધી નીતિઓ સાથે સંમત નહિ થનારા શેડો કેબિનેટ મિનિસ્ટર્સની હકાલપટ્ટી કરવા સજ્જ થઈ રહ્યા છે. સીરિયા પર હવાઈહુમલાની તરફેણમાં શેડો મિનિસ્ટર્સ સહિત પાર્ટીના ૬૬ સભ્યો બહાર આવ્યા હતા. પક્ષના સાંસદો પર પકડ મજબૂત બનાવવા નવા વર્ષના રીશફલમાં મધ્યમમાર્ગી નેતાઓના હોદ્દાઓ છીનવી લેવાશે. એક શેડો મિનિસ્ટરે ચેતવણી આપી છે કે નેતાઓની હકાલપટ્ટીથી કોર્બીન કશું હાંસલ કરી શકશે નહિ.
Man convicted of planning Lee Rigby-style knife attack 15/12/2015 6:08 am Anand Pillai A man from Southhall, London, has been convicted of plotting a Lee Rigby-style attack on the streets of London in the run-up to Remembrance Sunday last year.
The 'empowering' Karma & Diamonds 15/12/2015 5:19 am Reshma Trilochun The Karma & Diamonds trilogy marks the debut of Smita Joshi as an author. She has enjoyed a successful career as a corporate business executive, as a freelance TV presenter, and has been one of the pioneers in bringing India's Information Technology services into the heart of Britain and Europe.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ ‘ટાઈમ’ પર્સન ઓફ ધ યર 10/12/2015 4:50 am Nilesh Parmar પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિન દ્વારા ‘પર્સન ઓફ ધ યર ૨૦૧૫’ની યાદી જાહેર કરી છે. જેમાં આ વર્ષ માટે પર્સન ઓફ ધ યર તરીકે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પસંદ કરવામાં આવ્યાં છે. ‘ટાઇમ’ મેગેઝિને જણાવ્યું હતું કે તેમના મજબૂત નેતૃત્વના કારણે મુક્ત અને સરહદવિહિન યુરોપને વધુ પ્રોત્સાહન મળ્યું છે અને આર્થિક મુશ્કેલીની સ્થિતિમાં પણ યુરોપ ટકી શક્યું છે. આ ઉપરાંત વર્તમાન રેફ્યુજી અને યુક્રેનની કટોકટીની સ્થિતિમાં પણ તેમના નેતૃત્વથી ઘણી સહાય મળી છે.