હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાન નિર્દોષ 10/12/2015 5:45 am Khushali Dave ૧૩ વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે વર્ષ ૨૦૦૨ના આ જ કેસમાં સલમાનને દોષિત ઠરાવતો ચુકાદો આપીને પાંચ વર્ષ કેદની સજા ફટકારી હતી. સલમાને આ ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇ કોર્ટે ચુકાદો સંભળાવતાં જ કોર્ટ રૂમમાં ઉપસ્થિત સલમાન ખાન ભાવુક થઇને રડી પડ્યો હતો. સલમાનની નિર્દોષ મુક્તિના સમાચાર ફેલાતા જ તેના ચાહકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પીડિતોમાં આક્રોશ જોવા મળતો હતો.
તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫થી ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫ 11/12/2015 2:23 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
સજાતીય સંબંધો પાપ કે અયોગ્ય હોવાનું નકારતા આર્ચબિશપ વેલ્બી 12/12/2015 6:34 am Achyut Sanghavi લંડનઃ સજાતીય સંબંધો પાપ અને અયોગ્ય હોવાની ચર્ચની માન્યતા સન્માનીય આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ ફગાવી દીધી છે. આર્ચબિશે કહ્યું હતું કે મારા સંતાનો સજાતીય હોય તો પણ તેઓ તેમના સજાતીય લગ્નમાં હાજર રહેશે અને તેમને હંમેશાં પ્રેમ કરશે. તેમની આ ટીપ્પણી ચર્ચમાં આ મુદ્દે નવેસરથી વિવાદ જન્માવે તેમ લાગે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સજાતીય લગ્નોના ખરડાનો વિરોધ કરે છે.
બાળ પોર્નોગ્રાફીના શકમંદો મોટા ભાગે વિશ્વાસુ જ હોય છે 12/12/2015 6:34 am Achyut Sanghavi લંડનઃ ઓનલાઈન બાળ યૌનશોષણ વધી રહ્યું હોવાનો પોલીસને ભય છે.બાળ પોર્નોગ્રાફીના છમાંથી એક શકમંદ વિશ્વાસની પોઝિશનમાં હોવાનું નેશનલ ક્રાઈમ એજન્સીના આંકડામાં જણાવાયું છે. ઓનલાઈન ચાઈલ્ડ પોર્નોગ્રાફી એક્સેસ કરવા બદલ ગત નવ મહિનામાં ૧૦૪ જેટલા શિક્ષકો, તબીબો, સરકારી અધિકારીઓ અને અન્યોની ધરપકડ કરાઈ છે. બેરોનેસ ન્યૂલવના નવા રિપોર્ટ અનુસાર પોલીસ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અન્ય એજન્સીઓ તમામ ફરિયાદોની ગંભીર નોંધ લેતી નથી.
Rani-Aditya have their first baby 09/12/2015 12:25 pm Rupanjana Dutta On 9 December Bollywood actress Rani Mukherji and filmmaker husband Aditya Chopra have welcomed their first child, a baby girl, who they have named Adira.