Advanced search


French mayor, Stéphane Delpeyrat, had decided to set an example by slashing his salary, only to be told that his pay cut was illegal and he had to double his pay.

'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર આતીયાભાઇ વિશાનાને મળ્યો હતો. પરંતુ 'ગુજરાત સમાચાર'માં અવારનવાર આવતા ચેતવણી આપતા અહેવાલોને કારણે પહેલેથી જ સચેત આતીયાભાઇએ પૈસા મોકલવા તો દુર આવા ગઠિયાઅોથી બીજા કોઇ છેતરાય નહિં તે માટે 'ગુજરાત સમાચાર'ને જ જાણ કરી દીધી. આશા છે કે આ અહેવાલ વાંચીને આપના કોઇ નિર્દોષ ભાઇ બહેન છેતરાશે નહિં.

હેરો સ્વામીનારાયણ મંદિરની સુ

લંડનઃ રાજધાની લંડનના કેન્ટન હેરો વિસ્તારમાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સુવર્ણજયંતી નિમિત્તે નવ દિવસીય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજીની નિશ્રામાં ૪૧ સંતો, અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ, મહાઆચાર્ય તેજેન્દ્રપ્રસાદજી ઉપસ્થિત રહ્યા હતા.

લંડનઃ આ વાત જરા પણ ખોટી નથી. યોર્કના એક પુરુષે કોઈ પણ સ્ત્રી સાથે એક વખત કે તેથી વધુ સમય શરીરસંબંધ બાંધવો હોય તેના ૨૪ કલાક પહેલા નોર્થ યોર્કશાયર પોલીસને જણાવવું પડશે. આ પુરુષને તેના મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણ દ્વારા ઈન્ટરનેટના ઉપયોગ અથવા લોકોને ટેક્સ્ટ સંદેશા મોકલવા અંગે પણ પોલીસને માહિતી આપવાની રહેશે.

રમઝાનમાં પરીક્ષા અંગે નવી દરખ

લંડનઃ ઈસ્લામિક શરીઆ કાઉન્સિલની વિદ્વાન ખોલા હાસને દરખાસ્ત કરી છે કે શાળાના કિશોર વિદ્યાર્થીઓને રમઝાન મહિનામાં મોડી રાતના ૨.૪૦ના પ્રથમ ઉજાસ (ફજર)ના બદલે સૂર્યોદયથી થોડા સમય પહેલા જ ઉપવાસની પરવાનગી અપાય તો છઠ્ઠી જૂનથી શરૂ થતી GCSE અને એ-લેવલ પરીક્ષાના સમયપત્રક બદલવાની જરૂર રહે નહિ.

લંડનઃ બ્રિટને દુબાઈના ધનિક અરજદારો માટે ‘પ્લેટિનમ’ વિઝા સર્વિસ શરૂ કરી છે, જેમાં અધિકારીઓ અમીરાતના નિવાસીઓના મહેલ કે ઘરમાં જઈ બધી કાર્યવાહી કરી આપશે. આ લોકોને સામાન્ય અરજદારોની માફક લાઈનમાં ઊભા રહેવું નહિ પડે. જોકે, તેની મસમોટી ફી ચુકવવી પડશે.

Harrow Swaminarayan 1 copy

Harrow Swaminarayan 1 copy

Khola Hasan-Islamic Sharia Council in London

Khola Hasan-Islamic Sharia Council in London

આન-બાન-શાન સાથે ૬૭મા પ્રજાસત્ત...

ભારત સહિત વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયે દેશના ૬૭મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. પાટનગર દિલ્હીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દના મુખ્ય મહેમાનપદે રાજપથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની આન-બાન-શાન સમાન તિરંગો લહેરાવીને સશસ્ત્ર દળોની સલામી ઝીલી હતી. ભારતમાં પાટનગર દિલ્હી સહિત દેશના તમામ રાજ્યો અને નાના-મોટા નગરોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી તો વિદેશમાં ભારતીય દૂતાવાસ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને કરેલા પ્રવચનનું વાંચન પણ કરાયું હતું. 

આતંકવાદના કેન્સરનો ઇલાજ ધારદ

ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે. નફરતથી સંચાલિત આતંકવાદ નિર્દોષ લોકોના સામુહિક સંહાર દ્વારા વિધ્વંસમાં લાગેલી કઠપૂતળીઓ દ્વારા ભડકાવાઇ રહ્યો છે. આતંકવાદ કોઇ પણ સિદ્ધાંત વિનાની લડાઇ છે અને આ એક એવા પ્રકારનું કેન્સર છે જેનો ઇલાજ ધારદાર છરી વડે કરવો પડશે.