ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાંથી શીખને હાંકી કઢાયો 28/01/2016 6:43 am Khushali Dave આઇઓવા સ્ટેટના મસ્કેટિનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં એક શીખ યુવક ‘સ્ટોપ હેટ’ના બેનર સાથે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યો હતો.
વારંવાર ગરમ કરેલું દૂધ પીવામાં જોખમ 28/01/2016 5:01 am Nilesh Parmar તબીબી નિષ્ણાતોના એક વર્ગનું તારણ છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જ્યારે બીજા વર્ગનો અભિપ્રાય છે કે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી પેટના રોગોને આમંત્રણ મળે છે. આથી વચલો રસ્તો છે દૂધનો એક જ ઊભરો આવવા દેવો અને તેને વારંવાર બોઇલ ન કરવું.
રૂપાલ શ્રી વરદાયિની માતાજીના મંદિરના જીર્ણોદ્ધારનો શિલાન્યાસ 27/01/2016 8:41 am Khushali Dave રૂપાલની પલ્લી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી વરદાયિની માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનો શિલાન્યાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ૨૩મી જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વરદાયિની માતાજીના ભવ્યાતિભવ્ય મંદિરનું બાંધકામ હવે ટૂંક સમયમાં હાથ ધરાશે.