Asian man allegedly attempted to assault 17-year-old girl 28/01/2016 12:29 pm Reshma Trilochun A man had allegedly attempted to sexually assault a 17-year-old girl, near South Harrow Tube station, on Saturday 16th January, at around 3 in the morning.
Man charged with pensioner's murder 29/01/2016 11:05 am Reshma Trilochun 44-year-old Mohsin Manji, from Harrow, has been charged with murder, following the death of a Harrow pensioner, after an alleged assault.
ઓસ્ટ્રેલિયાને કચડી ટી૨૦ સિરીઝ જીતતું ભારત 30/01/2016 6:10 am Nilesh Parmar ટીમ ઇંડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી૨૦ મેચમાં પણ હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં ૨-૦થી સિરીઝ કબ્જે કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં રમાયેલી આ મેચ ટીમ ઇંડિયાએ ૨૭ રને જીતી હતી.
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં સાનિયા-હિંગીસની ગ્રાન્ડ સ્લેમ હેટ્રિક 30/01/2016 6:05 am Nilesh Parmar ભારતની નંબર વન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસની જોડીએ વિજયકૂચનો સિલસિલો આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇન્ડો-સ્વિસ ખેલાડીઓએ ગયા વર્ષે જોડી બનાવ્યા બાદ સતત ૩૬મા વિજય સાથે ૧૨મું ટાઇટલ જીત્યું છે અને આ તેમનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ છે. બન્નેએ ૨૦૧૫માં વિમ્બલડન તથા યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીત્યા હતાં. સાનિયા-હિંગીસની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ મુકાબલામાં ચેક રિપબ્લિકની લ્યૂસી હાર્ડેકા અને આન્દ્રિયા લાવાકોવાની જોડીને ૭-૬ (૧), ૬-૩થી પરાજય આપ્યો હતો.