કેમરન પુત્રને ખાનગી શાળામાં મોકલશે 02/02/2016 4:42 am Achyut Sanghavi લંડનઃ કેમરન દંપતી તેમના નવ વર્ષીય પુત્ર એલ્વેનને લંડનની પ્રતિષ્ઠિત ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવાનું વિચારી રહેલ છે. ડેવિડ કેમરને ખુદ એટન સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે અને તેમની પુત્રીને પણ સરકારી શાળામાં મૂકી હતી. સાત વર્ષ અગાઉ કેમરને ખાનગી શાળાઓની ફીને ‘મૂર્ખતાપૂર્ણ’ ગણાવી પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવવાની વાત કરી હતી.
ઈસ્લામિક સ્ટેટની સભ્ય તારીના શકીલને છ વર્ષની જેલ 02/02/2016 10:50 am Achyut Sanghavi બર્મિંગહામઃ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ (Isil)માં જોડાવા ૧૪ મહિનાના પુત્ર સાથે સીરિયા નાસી ગયેલી ૨૬ વર્ષીય તારીના શકીલને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રાસવાદી સંગઠનના સભ્ય હોવા બદલ દોષિત ઠરાવવા સાથે છ વર્ષની સજા ફરમાવી છે. યુદ્ધગ્રસ્ત સીરિયાથી પરત આવ્યાં પછી આવી રીતે સજા કરાયેલી તે પ્રથમ બ્રિટિશ મહિલા છે. પહેલી ફેબ્રુઆરી, સોમવારે જસ્ટિસ ઈન્માને સજા સંભળાવતા કહ્યું હતું કે તેને પસ્તાવો કે નાના બાળકના ભાવિની કોઈ ચિંતા નથી. નાના બાળકને સાથે લઈ જઈને તેણે આઈએસ માટે ભવિષ્યમાં ફાઈટર્સ પૂરા પાડવાની ભૂમિકા ભજવી છે.
યુકેમાં મુસ્લિમોની સંખ્યા ત્રણ મિલિયનથી વધીઃ ૫૦ ટકા બ્રિટનની બહાર જન્મ્યા છે 02/02/2016 10:31 am Achyut Sanghavi લંડનઃ ઈમિગ્રેશન અને જન્મદરમાં વધારાના પરિણામે માત્ર એક દાયકામાં ગ્રેટ બ્રિટનમાં મુસ્લિમોની સંખ્યા બમણી થઈને સૌપ્રથમ વખત ત્રણ મિલિયનને પાર કરી, ૩,૧૧૪,૯૯૨ની થઈ છે, જેમાં અડધાથી વધુ (૧,૫૫૪,૦૨૨) દેશની બહાર જન્મેલા છે. દેશની કુલ વસ્તીમાં દર ૨૦ વ્યક્તિએ એક મુસ્લિમ હોવાનું આંકડા જણાવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા મુજબ લંડનના કેટલાક વિસ્તારોમાં અડધોઅડધ વસ્તી મુસ્લિમોની છે અને ત્યાં એકાદ દાયકામાં તેઓ બહુમતી હશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઈસ્લામને અનુસરતા લોકોમાં પણ ૫૦ ટકા તો બ્રિટનની બહાર જન્મેલા છે. બીજી તરફ, ચિંતાજનક આંકડા એ પણ છે કે દેશની કેટેગરી-એ જેલોમાં પાંચમાંથી એક કેદી મુસ્લિમ છે.મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૯૯૧માં તેમની સંખ્યા ૯૫૦,૦૦૦ જેટલી એટલે કે કુલ વસ્તીના ૧.૯ ટકા અને ૨૦૦૧ના સેન્સસ વખતે દેશમાં ૧,૫૪૬, ૬૨૬ મુસ્લિમો હતા, જે કુલ વસ્તીના ત્રણ ટકા હતા. ૨૦૧૧ સુધીમાં તેમની વસ્તી ૨,૭૦૬,૦૬૬ એટલે કે કુલ વસ્તીના ૪.૮ ટકા હતી, જે એક દાયકામાં ૭૫ ટકાનો ઊછાળો દર્શાવે છે.