બા દુનિયામાંથી રિટાયર થયાં 27/01/2016 6:21 am Mukesh Patel મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન કુટુંબમાં જન્મેલાં અને વડોદરામાં ઉછરેલા ગુજરાતી ફિલ્મો અને તખ્તાનાં પ્રખ્યાત અભિનેત્રી પદ્મારાણીનું સોમવારે નિધન થયું હતું. છેલ્લા છ દાયકાથી રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રે કાર્યરત પદ્મારાણીની રવિવારે સાંજે તબિયત કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને સોમવારે તેમનાં ૮૦માં જન્મદિને જ તેઓનું અવસાન થયું હતું.
નૃત્યાંગના અને સ્વાતંત્ર સેનાની મૃણાલિની સારાભાઈની ચિરવિદાય 27/01/2016 6:45 am Vikram Nayak અમદાવાદઃ દેશવિદેશમાં નૃત્યકાર તરીકે ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના મૃણાલિનીબહેન સારાભાઈનું લાંબી બીમારી બાદ ૯૭ વર્ષની જૈફ વયે ૨૦મી જાન્યુઆરીએ દુઃખદ અવસાન નીપજ્યું હતું. અને પુત્રી મલ્લિકાએ તેમને નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.
સોમનાથના સાનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની ઊજવણી 27/01/2016 6:49 am Vikram Nayak વેરાવળ: ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં દેશના ૬૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ૨ ૬મી જાન્યુઆરીએ સવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને રાજ્યપાલ ઓ. પી. કોહલીની હાજરીમાં યોજાઈ હતી.
બિગ બી - પ્રિયંકા અતુલ્ય ભારતના નવા બ્રાન્ડ એમ્બેસેડર 27/01/2016 6:54 am Mukesh Patel અતુલ્ય ભારત કેમ્પેઇન માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારત સરકાર સાથે જોડાવા ૨૦મી જાન્યુઆરીએ ભારત પ્રવાસન મંત્રાલય તરફથી અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાને સત્તાવાર પત્ર પાઠવવામાં આવ્યો હતો.