Advanced search


St JohnHD

St JohnHD

Prabodh D.Shukla

Prabodh D.Shukla

chinese vase

chinese vase

જાતીય શોષણખોર પ્રબોધ શુક્લા ડિમેન્શીઆના કારણે સજામાંથી બચ્યો

લંડનઃ શોષણ અને અન્યાયનો સામનો કરી ન્યાય માટે ૧૫ વર્ષ લડત આપ્યા પછી પણ ગુનેગાર માત્ર ડિમેન્શીઆ કે માનસિક બીમારીના કારણે સજામાંથી બચી જાય તો કેવો આઘાત લાગે? આવી જ એક ઘટનામાં ૧૫ વર્ષ અગાઉ સાત અને નવ વર્ષની બે બહેનોનું જાતીય શોષણ કરનારા એન્ફિલ્ડના ૮૮ વર્ષીય કથિત શોષણખોર પ્રબોધ શુક્લા માત્ર ડિમેન્શીઆના કારણે જેલની સજામાંથી બચી ગયા છે.
અત્યારે ૨૩ અને ૨૫ વર્ષની વય ધરાવતી પૂજા શાહ અને સીતા શાહે (બન્ને નામ બદલ્યાં છે) તેમના કથિત શોષણખોરને કોર્ટ સુધી ઘસડી લાવવામાં ભારે હિંમત દર્શાવી હતી, પરંતુ તેને સજા અપાવી શક્યા નથી. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રબોધ શુક્લા ડિમેન્શીઆગ્રસ્ત હોવાથી ટ્રાયલનો સામનો કરી શકે તેવી હાલતમાં નથી. આના પરિણામે, સપ્ટેમ્બરમાં ચાર દિવસની હકીકતદર્શક ટ્રાયલ ચલાવાઈ હતી, જેમાં જ્યુરીએ સર્વાનુમતે ઠરાવ્યું હતું કે, ‘તેમણે આરોપમાં દર્શાવેલી તમામ પ્રવૃત્તિ આચરી હતી.’

ચિલીના પોર્ટ વિલિયમ્સના જળાશ

દુનિયાનું સૌથી શુદ્ધ પાણી ક્યાં છે, તેનો જવાબ સંશોધકોએ શોધી કાઢ્યો છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશ ચિલીમાં આવેલા પોર્ટ વિલિયમ્સ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં મળતું પાણી કુદરતી રીતે શુદ્ધ છે. એનાથી વધારે શુદ્ધ પાણી જગતમાં બીજે ક્યાંય નોંધાયું નથી. 

વડા પ્રધાન કેમ વારી ગયા લખનૌની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ જાન્યુઆરીએ લખનઉમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને સ્ટુડન્ટ્સને ડિગ્રીઓ એનાયત કરી હતી, પણ સ્ટેજ પર જ્યારે ડિગ્રી લેવા માટે ૧૬ વર્ષની સુષમા વર્મા આવી ત્યારે મોદી પણ તેની સિદ્ધિઓ સાંભળીને વારી ગયા હતા.

પટારો ખોલતાં ૧.૫ મિલિયન પાઉન્ડ...

બગાસું ખાતાં પતાસું મળે એ કહેવત કદાચ આવા જ કિસ્સાઓ માટે બની હશે. ઇંગ્લેન્ડના ડેવનશાયર સબર્બમાં રહેતા કેપ્ટન લિડેલના વારસદારોને વારસામાં ઘણીબધી ચીજવસ્તુઓ મળેલી હતી. જોકે જૂનીપુરાણી વસ્તુઓમાં કોને રસ પડે એમ માનીને એક પટારામાં ધરબાયેલી એ તમામ ચીજો વર્ષોથી તેના ઘરમાં ધૂળ ખાતી પડી હતી. થોડાક દિવસ પૂર્વે સાફસૂફી કરતી વખતે પરિવારને પટારામાંથી પોર્સલિનનું એક ચાઇનીઝ વાઝ મળી આવ્યું.

ગંગામાં માત્ર વારાણસી પાસે વર્ષે ૩૦૦૦ મૃતદેહ વહેતા મૂકાય છે

નવી દિલ્હીઃ અતિ પવિત્ર ગંગા નદી અતિશય પ્રદૂષિત હોવાનું સૌથી મોટું કારણ તેમાં વહેતા મુકાતા મૃતદેહો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાઓ પ્રમાણે માત્ર વારાણાસી જ ગંગાને દર વર્ષે ૩ લાખ માનવ મૃતદેહોની ભેટ આપે છે.

jashubhai

jashubhai

jashubhai

jashubhai