ચાલુ ઓપરેશને ગિટાર વગાડ્યા કર્યું 30/01/2016 6:07 am Khushali Dave ચીનના દક્ષિણી પ્રાંત શેરડીન ગુમાંગડોંગ વિસ્તારની એક હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ અને સમગ્ર સ્ટાફના આશ્ચર્ય વચ્ચે એક સંગીતકારે પોતાના મગજના ઓપરેશન વખતે ભાનમાં રહીને ડોક્ટરોને પૂરો સાથ-સહકાર આપ્યો હતો. ૫૭ વર્ષીય લિ-શિયાંગ નામના આ સંગીતકારના દિમાગનું ઓપરેશન શરૂ થયું ત્યારે ડોક્ટરે તેને ગિટાર વગાડવા આપી. જેથી તેની આંગળી કેટલી સક્રિય રહે છે તેની જાણકારી મળે.
IS સાથે જોડાયેલા ત્રણ ભારતીય યુવકોને યુએઈએ દેશવટો આપ્યો 30/01/2016 7:38 am Nilesh Parmar અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને ભારત સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીને સોંપીને આ કેસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટીમ ઇંડિયાએ ૧૪૦ વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે વ્હાઇટ વોશ 01/02/2016 6:34 am Khushali Dave ટીમ ઇંડિયાએ ક્રિકેટજગતમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાને રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે ઘરઆંગણે જ પરાજય આપવાની સાથે ત્રણ મેચની સિરીઝ ૩-૦થી જીતી છે. આ વિજય સાથે ભારતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ૧૪૦ વર્ષના રેકોર્ડને તોડતાં પ્રથમ વખત ક્લીનસ્વીપ કર્યું છે. ક્રિકેટજગતમાં દબદબો ધરાવતા ઓસ્ટ્રેલિયાને તેના હોમ ગ્રાઉન્ડમાં પરાજય આપવો વિશ્વની કોઇ પણ ટીમ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહ્યું છે. આ જ કારણ છે કે, છેલ્લા ૧૪૦ વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને વિશ્વની કોઈ પણ ટીમ તેના જ આંગણે વ્હાઇટ વોશ કરી શકી ન હતી. જોકે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે.
ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં ભારત નંબર વન 01/02/2016 6:29 am Khushali Dave ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે પરાજય આપીને ૩-૦થી સિરીઝ કબ્જે કરી છે. આ સાથે જ ટીમ ઇંડિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટી૨૦ ક્રિકેટ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ શરૂ થઈ તે પહેલાં આઇસીસી ટી૨૦ રેન્કીંગમાં આઠમા સ્થાને હતું. જોકે ઓસ્ટ્રેલિયાને ૩-૦થી પરાજય આપતાં ૧૨૦ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવી લીધું છે.
Hair salon owners from Manchester jailed for smuggling 29/01/2016 10:14 am Reshma Trilochun Mohammed Kattany (37), director of Unique Hairdressers in Bramhall, and Ahmed Al-Salaima (33), owner of Snipz hairdresser in Withington, have been jailed for allegedly smuggling more than 2.5 tons of tobacco into Britain, in a tax fraud of £450,000.
Restaurant fined £30k for staff's fall and injury 29/01/2016 5:59 am Reshma Trilochun On Thursday 21st January, a restaurant company has been prosecuted by Leicester City Council for an accident that had occurred on 24th January 2014.