પાટીદાર આંદોલનનો ત્રણ માસમાં અંત લાવો 03/02/2016 6:49 am Khushali Dave ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના પડઘા હવે ભાજપ હાઈકમાન્ડમાં પડયા છે. પાટીદાર આંદોલન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ નુકસાન કરી રહ્યું છે અને આ મુદ્દો જો સમયસર ઉકેલવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપ માટે આવતી ૨૦૧૭ની ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે તેવું પક્ષના હાઈકમાન્ડને લાગતાં ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને ત્રણ માસમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈપણ ભોગે સંકેલો કરવા હાઈકમાન્ડે તાકીદ કરી છે.
સુરત મહાનગરપાલિકાનું અધધધ વેરા વધારા સાથેનું બજેટ 03/02/2016 7:43 am Khushali Dave મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થતાંની સાથે હવે સ્થાનિક બજેટ બહાર પાડવાની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬નું રૂ. ૩૮૩૩ કરોડનું સુધારેલું બજેટ અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટેના રૂ. ૫૨૨૬ કરોડના ડ્રાફ્ટ બજેટને ૩૦મી જાન્યુઆરીએ રજૂ કર્યું હતું.
દર્દીની જાગૃતાવસ્થામાં વડોદરા ખાતે થયું પહેલું જ બ્રેઈન ટ્યુમર ઓપરેશન 03/02/2016 7:37 am Khushali Dave પીપરિયા ખાતે આવેલી ધીરજ જનરલ હોસ્પિટલમાં સતત માથાના દુ:ખાવા અને ખેંચની તકલીફ સાથે ૨૧ વર્ષનો એક દર્દી ઇમર્જન્સી વોર્ડમાં દાખલ થયો હતો. આ દર્દીનો તાત્કાલિક એમઆરઆઇ રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો.
મહંમદપોરનું નામ હવેથી રાજનગર 03/02/2016 7:40 am Khushali Dave લઘુમતિ સમુદાયનો એકેય પરિવાર ન રહેતો હોવા છતાં બ્રિટિશકાળથી મહંમદપોર નામ ધરાવતા ઓલપાડના આ ગામનું નામ બદલીને હવે રાજનગર કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. ગ્રામજનો છેલ્લા વીસ વર્ષથી આ ગામનું નામ બદલવા માટે લડત ચલાવી રહ્યા હતા. મહંમદપોરમાં માત્ર રાજપૂત અને આદિવાસી પરિવારોની જ વસતી છે.
India takes stock of China policy 26/04/2016 6:45 pm Urja Patel The Indian public is awakening to the obvious: Talk in the corridors of power and outside it among the political class, politicians across the board and in the media at large has the pure wind.