Advanced search


zack

zack

ગુજરાત સરકારની આર્થિક અનામતન

ગુજરાત સરકારે ૨૯મી એપ્રિલે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરી છે. રૂ. છ લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે, પરંતુ આ અનામતના નામે યુવા સ્વાવલંબન યોજનાનો અમલ કરવાનો સરકારનો આડકતરો ઇરાદો હોવાનો બંધારણના વિશેષજ્ઞો માની રહ્યા છે. મુખ્ય પ્રધાન આનંદીબેને જણાવ્યું હતું કે, યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સાથે યુવાનોને આ પ્રસ્તાવિક ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ મળશે. તેમજ પ્રસ્તાવિક અનામતનો લાભ નવા શૈક્ષણિક વર્ષ જૂન, ૨૦૧૬થી મળશે. જેના લાભાર્થીઓમાં તમામ બિનઅનામત જ્ઞાતિઓનો સમાવેશ થશે.

ગુજરાત લાયન્સની જીતની સિક્સર

આઇપીએલની સિઝન-નાઇનમાં પ્રવેશ સાથે જ ગુજરાત લાયન્સની ટીમ છવાઇ ગઇ છે. ગુજરાત લાયન્સે ૨૯ એપ્રિલે પૂણે સુપર જાયન્ટ્સને હરાવી વિજયની સિક્સર ફટકારી છે. ડ્વેન સ્મિથ અને મેક્કુલમની આક્રમક ઇનિંગ બાદ દિનેશ કાર્તિક અને રૈનાની ધૈર્યભરી ઇનિંગની મદદથી ગુજરાત લાયન્સે પૂણે સુપર જાયન્ટ્સ સામે છેલ્લા બોલે ત્રણ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ગુજરાત લાયન્સે સાત મેચમાં છ વિજયના ૧૨ પોઈન્ટ મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

રૂ. ૨૦૦૦ કરોડની ડ્રગ્સ દાણચોરી...

ગયા મહિનામાં થાણામાં પકડાયેલા બે હજાર કરોડના ડ્રગ એફેડ્રીનની દાણચોરીના મામલામાં અભિનેત્રી મમતા કુલકર્ણીની ભૂમિકાની તપાસ થઈ રહી છે. ગયા મહિને થાણે પોલીસે સોલાપુરની એક ફેકટરીમાંથી ૨૦ ટન એફેડ્રીન ડ્રગ પકડ્યું હતું. થાણે પોલીસના જણાવ્યા પ્રમાણે આ એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને વિકી ગોસ્વામી તેનો મુખ્ય સૂત્રધાર છે.

બાળસિંહની માતાને શોધવાની મથા

ખાંભા ગામ પાસે આવેલા ગીરના જંગલમાં ભૂલું પડી ગયેલું સિંહનું બચ્ચું ફરતું-ફરતું ખાંભા ગામમાં પહોંચી ગયું છે. આ સિંહબાળની માતાને શોધવા માટે ચાલીસ ફોરેસ્ટ ઓફિસરની ટીમ કામે લાગી છે અને ગીરના જંગલમાં ખૂણે ખૂણામાં બચ્ચાની માતાને શોધાઈ રહી છે. બચ્ચાંની માતાને શોધવા માટે સિંહબાળને પણ સાથે લઈ જવાય છે જેથી એના અવાજથી તેની માતાનું ધ્યાન એની તરફ ખેંચાય. સિંહનું બચ્ચું જો એકલું રહી જાય તો બીજાં પ્રાણીઓ એને મારી નાંખે એટલે એની સાથે રહેવું પડે.

dwayne-smith-brendon-mccullum

dwayne-smith-brendon-mccullum

Cub

Cub

સ્કોટીશ પાવરને

નવી કોમ્પ્યુટર સિસ્ટમ લાગૂ કરવામાં થયેલા ભારે વિલંબને લીધે ગ્રાહકોને જરૂરી સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ એનર્જી રેગ્યુલેટર Ofgem એ સ્કોટીશ પાવરને ૧૮ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે.

George Osborne betting machine

George Osborne betting machine

Dominic Chappell BHS buyer 1

Dominic Chappell BHS buyer 1