Advanced search


હેમાએ ‘દીપિકાને સગાઈની વધામણ

બોલિવૂડની પીઢ અભિનેત્રી હેમા માલિનીના તાજેતરના એક ટ્વિટથી બોલિવૂડમાં અને દીપિકા પદુકોણના પ્રશંસકોમાં ભારે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હેમા માલિનીએ ટ્વિટ કર્યું હતું કે, ‘દીપિકા, તને સગાઈની વધાઈ. ભગવાન પાસે તમારા બંનેના સારા ભવિષ્ય અને ખુશીઓ માટે હું પ્રાર્થના કરું છું.’ આ ટ્વિટ આવતાંની સાથે જ પ્રશંસકોએ એવું ધારી લીધું હતું કે દીપિકા પદુકોણે સગાઈ કરી લીધી છે અને તે ગુપ્ત રાખી છે, પણ હેમા માલિનીએ હરખમાં આવીને તેની સગાઈની વાત જાહેર કરી નાંખી છે.

દિલ્હીમાં હવેથી ડીઝલ ટેક્સી ન

સુપ્રીમ કોર્ટે ડીઝલ કારને સીએનજીમાં કન્વર્ટ કરવા માટે વધારે સમય આપવાનો ઇનકાર કર્યો છે. તેના કારણે હવે દિલ્હી-એનસીઆરમાં ૧લી મેથી ડીઝલ ટેક્સી પર પ્રતિબંધ લાદી દેવાશે. કોર્ટે ૩૦મી એપ્રિલની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ૧૯૦ સ્પેશિયલ ડીઝલ ગાડી ખરીદવાની છૂટ આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ૨,૦૦૦ સીસી એન્જિનની ગાડી હોય તેમણે ૩૦ ટકા ગ્રીન ટેક્સ આપવો પડશે.

diesel-taxis

diesel-taxis

deepika-hema

deepika-hema

west bangal

west bangal

graphics1

graphics1

graphics1

ભક્તિવેદાંત મેનોરને કોમ્યુનિ...

લંડનઃ સ્થાનીય હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ ISKCON ભક્તિવેદાંત મેનોરમાં બાંધકામમાં ફેરફારોની અરજીને પરવાનગી આપી છે. પ્લાનર્સે લંડનની ઉત્તરે એલ્ડનહામમાં આવેલા ભક્તિવેદાંત મેનોરના પ્રાંગણમાં નવા ડેવલપમેન્ટની અરજીને સર્વાનુમતે સત્તાવાર બહાલી આપી હતી. મંદિર દ્વારા બે માળના કોમ્યુનિટી બિલ્ડિંગ અથવા ઈમારતનું નિર્માણ તેમજ વર્તમાન પોલી ટનેલ્સ, ગ્રીનહાઉસીસ અને રમતના મેદાનને અન્યત્ર ખસેડવા માટે અરજી કરી હતી.

માતાના પ્રેમ અને સારસંભાળથી બ

લંડનઃ માતાનો પ્રેમ અને સારસંભાળના પરિણામે બાળકોના મગજનો વિકાસ ઝડપથી થાય છે, જેનો દર બેદરકારીનો ભોગ બનેલાં બાળકોની સરખામણીએ બમણો હોય છે. માતાપિતાનો પ્રેમ, સ્થિર ઘરેલું જિંદગી બાળપણમાં બાળકોના વિકાસને સુધારે છે તે જાણીતી હકીકત હોવાં છતાં મગજના કદ પર તેની નોંધપાત્ર અસર દર્શાવતું પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ ધ સાયન્સીસ અર્લી એડિશનમાં ઓનલાઈન પ્રસિદ્ધ આ પ્રથમ સંશોધન છે.

ભારતમાં પારસીઓના પ્રદાનને બિ

લંડનઃ ભારતીય હાઈ કમિશનર નવતેજ સરનાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયની ભૂમિકાને બિરદાવી હતી. તેઓ ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સહકારમાં ઝોરોસ્ટ્રિયન ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટના કમિટી હોલમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. ‘Faith based ethics in Business: The Cadbury and The Tata Way’ વિષય પર વિશેષ મહેમાન વક્તા સરનાની સાથે અન્ય બે વક્તા યુકેમાં તાતાના વડા ડેવિડ લેન્ડ્સમેન OBE અને કેડબરી એન્ડ સ્વેપ્સના પૂર્વ ચેરમેન સર મોમિનિક કેડબરી દ્વારા પણ વક્તવ્યો અપાયા હતા. લોર્ડ કરણ બિલિમોરિયાએ આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું.