Advanced search


રેસ્ટોરાંમાં ટીપ મરજિયાત કરા

લંડનઃ રેસ્ટોરાંના બિલ્સમાં સર્વિસ ચાર્જ ઉમેરવા પર પ્રતિબંધ લાદવાની વિચારણા કરાઈ રહી છે, જેના પરિણામે ટીપ જેવી વધારાની ચુકવણી ગ્રાહકો માટે મરજિયાત બની જશે. રેસ્ટોરાં પેઢીઓ નવા ઊંચા નેશનલ લિવિંગ વેજના ખર્ચને સરભર કરવા ટીપ લેતી હોવાના વિવાદોના પગલે આ પ્રસ્તાવ આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ રેસ્ટોરાંએ ગ્રાહકે ટીપ આપવી મરજિયાત હોવાની સ્પષ્ટતા કરવાની રહેશે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ આ દરખાસ્તો માટે કન્સલ્ટેશન પ્રસિદ્ધ કરવાના છે.

બસવેશ્વરાની ૮૮૨મી જન્મતિથિની...

લંડનઃ ભારતમાં ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરાની ૮૮૨મી જન્મતિથિની બ્રિટિશ ભૂમિ પર સૌપ્રથમ સત્તાવાર ઉજવણી લંડનમાં સાતમી મે એ કરવામાં આવશે. આ ઉજવણીમાં ધ બસવેશ્વરા ફાઉન્ડેશન યુકે દ્વારા વડા પ્રધાન મોદીના યોગગુરુ ડો. એચ. આર. નાગેન્દ્રને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનર નવતેજ સરના, વોક્સોલ કેટ હોયના સાંસદ કિથ વાઝ, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ તથા લાંબેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટીલ ખાસ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં યોગ અને સંશોધનના ક્ષેત્રે પ્રદાન બદલ ડો. એચ.આર. નાગેન્દ્રને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે.

કેટ મિડલટન ‘વોગ’ના કવર પેજ પર

લંડનઃ બ્રિટનની ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન ફેશન મેગેઝિન ‘વોગ’ની જૂન મહિનાની એડિશનમાં કાઉ ગર્લ તરીકે જોવા મળશે. આ તેમનું પ્રથમ ફેશન ફોટોશૂટ છે. મેગેઝિનના કવર પેજ પર કેટની જે તસવીર છપાશે તેના માટે ફોટોશૂટ બ્રિટનના નોરફોક વિસ્તારમાં થયું છે. અહીંથી થોડા દૂરના અંતરે શાહી યુગલનું રહેઠાણ અનમેર હોલ છે.

તાતા યુકે સ્ટીલની એસેટ્સ ખરીદવા

લંડનઃ સંજીવ ગુપ્તાના વડપણ હેઠળના બ્રિટિશ મેટલ્સ ગ્રૂપ લિબર્ટી હાઉસે તાતા સ્ટીલની યુકેની એસેટ્સ ખરીદવાની બોલી સબમિટ કરી છે. તાતા જૂથે યુકેમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કર્યા પછી સૌપ્રથમ સંજીવ ગુપ્તાએ તેમાં રસ દર્શાવ્યો હતો. તાતાના સાઉથ વેલ્સના વિશાળ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની મેનેજમેન્ટ ટીમ પણ ખરીદ યોજના પર કામ કરી રહી છે. ૧૧,૦૦૦ નોકરીઓ બચાવવા બ્રિટિશ સરકારે પણ બિઝનેસમાં ૨૫ ટકા ઈક્વિટી હિસ્સો અને અન્ય ખરીદારોને નાણાકીય સહાયની ઓફર કરી છે. તાતા યુકેના બાકીના ઓપરેશન્સ માટે ૬૫થી વધુ બિડર્સે રસ દર્શાવ્યો છે.

BHS ચેઈનને ઉગારવા પ્રેસ્ટનના યુ

લંડનઃ પ્રેસ્ટનસ્થિત મિલિયોનેર અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના પૂર્વ જનરલ સેક્રેટરી યુસુફ ભાઈલોકે નિષ્ફળ રહેલી BHS રિટેઈલ ચેઈનને એડમિનિસ્ટ્રેટરો પાસેથી પરત મેળવીને તેને ઉગારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તે આ ચેઈન ખરીદવાની યોજનાના ભાગરૂપે તેના ૧૬૦માંથી ૧૨૦ સ્ટોરને બચાવવા માગે છે. પાંચ વર્ષની વયે બ્રિટન આવેલા ભાઈલોકે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવા બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદને પત્ર લખ્યો હતો અને બેંકો પાસેથી મદદમાં સરકારનું સમર્થન આપવા જણાવ્યું હતું. ભાઈલોકના જણાવ્યા મુજબ ચેઈન પુનઃકાર્યરત થશે તો લગભગ ૧૧ હજાર કર્મચારીની નોકરી બચી જશે.

દોસ્ત દોસ્ત ના રહાઃ કેમરન...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન અને લંડનના મેયર બોરિસ જ્હોન્સનની દોસ્તીમાં ‘Brexit’ ખલનાયક બન્યું છે. વડા પ્રધાને ગ્લેમર મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીકાળની દોસ્તીમાં તિરાડ પડી છે. લંડનના મેયરે ઈયુ રેફરન્ડમના મુદ્દે ‘લીવ કેમ્પેઈન’માં જોડાવાનો નિર્ણય કર્યા પછી મિત્રતામાં ઉષ્મા રહી નથી. કેમરને કહ્યું હતું કે,‘બોરિસ સાથે મિત્રતા તો છે, પરંતુ હવે કદાચ એટલા સારા મિત્ર રહ્યા નથી.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો દેશ બ્રેક્ઝિટને સમર્થન આપશે તો પણ તેઓ વડા પ્રધાનપદ છોડવાના નથી.

ઈયુ છોડવાથી પર્યાવરણને ખતરોઃ

લંડનઃ લેબર પાર્ટીના પૂર્વ નેતા એડ મિલિબેન્ડ પણ યુકેના ઈયુમાં રહેવા-ન રહેવાની ચર્ચામાં કૂદી પડ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો બ્રિટન ઈયુ છોડશે તો વિશ્વના પર્યાવરણને મોટું નુકસાન થશે. પર્યાવરણ સેક્રેટરી એલિઝાબેથ ટ્રુસ, ગ્રીન પાર્ટીના નેતા કેરોલિન લુકાસ અને લિબ ડેમના પૂર્વ મિનિસ્ટર સર એડ ડેવી સાથે મિલિબેન્ડ પણ સંયુક્ત જાહેરનામામાં સામેલ થયા છે.

લંડનઃ ભારતમાંથી બ્રિટનમાં થતાં રોકાણમાં વર્ષ ૨૦૧૫માં ૬૫ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં એફડીઆઇ રોકાણ મોરચે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછીના ત્રીજા ક્રમે પહોંચ્યું છે. બ્રિટનમાં આવેલી ભારતીય કંપનીઓની સંખ્યા પણ વર્ષ દરમિયાન ૧૦ ટકાના વધારા સાથે ૩૬થી વધીને ૬૨ થઇ છે.

Retirement Age

Retirement Age

S Pandya

S Pandya