યર બુક ૨૦૧૬ ઃ અ ક્રોનિકલ ઓફ બ્રિટિશ એશિયન્સ 27/04/2016 8:36 am Sandip Bhavsar ગત પાંચ દાયકા દરમિયાન બ્રિટીશ એશિયનોએ મોટી સંખ્યામાં યુકેને પોતાનું ઘર બનાવવાનું ચાલું જ રાખ્યું છે. તેમના પ્રારભિંક આગમનથી જ આછા પાતળા આર્થિક સ્રોતો સાથે પરંતુ મજબૂત શૈક્ષણિક ભાથાના સદનસીબ સાથે તેમણે બ્રિટિશ સમાજના પોતના તાણાવાણામાં પોતાને પ્રસ્થાપિત કરી દીધા છે. ૮૫ ટકા અથવા તેથી વધુ બ્રિટિશ ભારતીય નિવાસીઓ પોતાના જ ઘરમાં જ રહે છે અને ઉચ્ચસ્તરીય રોજગારી ધરાવે છે અને તેઓ ખરેખર કુશળતા ધરાવે છે તેવા સ્વરોજગારીના ઉદ્યોગ સાહસિક ભાવનાનું દર્શન કરાવે છે.
I want a safe and prosperous London 26/04/2016 8:13 am Rupanjana Dutta The city of London has a big decision to make on 5th May 2016 – who will be our next Mayor of London? There are twelve candidates in the race to the City Hall of which the choice is really between the two lead candidates, Sadiq Khan of the labour party or Zac Goldsmith of the Conservative party.
ઝેક ગોલ્ડસ્મિથ એક માત્ર વિશ્વસનીય પસંદગી છે 27/04/2016 6:53 am Achyut Sanghavi લંડનના આગામી મેયર કોણ હોવા જોઈએ તે અંગે લંડનવાસીઓ એક સપ્તાહમાં પોતાનો મત પ્રદર્શિત કરશે. બે તદ્દન અલગ ઉમેદવારો- લેબર પાર્ટીના સાદિક ખાન અને કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથ વચ્ચે સ્પષ્ટ પસંદગી રહેશે.
ગુજરાતઃ પહેલી મેના પડકારો 26/04/2016 6:35 am Nilesh Parmar ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ પહેલી મેના રોજ ઊજવાશે. આનંદીબહેન આ વખતે તે દૂરદરાજ વનવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં રાજ્યસ્તરની ઊજવણી કરશે. આ એક નોંધનીય વાત છે કે ઘણા સમયથી માત્ર ગાંધીનગરને બદલે આ ઉત્સવ જુદા જુદા જિલ્લા-તાલુકા મથકોએ લઈ જવાય છે. આપણે ઇચ્છીએ કે કોઈક વાર તેવું સા-વ નાનકડું ધૂળિયું ગામડું પણ રાજ્યસ્તરની ઊજવણીનું કેન્દ્ર બને!
હેલિકોપ્ટર સોદામાં રૂ. ૧૨૫ કરોડની કટકીઃ સોનિયા સામે અંગૂલિનિર્દેશ 27/04/2016 8:29 am Nilesh Parmar મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના આ કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું છે કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવાના વાજબી કારણો છે અને તેમાં ઇંડિયન એરફોર્સના પૂર્વ વડા એસ. પી. ત્યાગીની સંડોવણી છે. ૩,૫૬૫ કરોડ રૂપિયામાં ૧૨ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના સોદામાં ભારતીય અધિકારીઓને લાંચ પેટે ૧૨૫ કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું સાબિત થયું છે. મહત્ત્વની બાબત એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ સોદા પાછળનું મુખ્ય ચાલક બળ ગણાવાયા છે. મિલાન કોર્ટ ઓફ અપીલ્સના ૨૨૫ પાનાના ચુકાદામાં એરફોર્સના પૂર્વ વડા એસ. પી. ત્યાગી પર ૧૭ પાનાનું એક આખું પ્રકરણ છે. જેમાં કોર્ટે ત્યાગીને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યા છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં સત્તા કોને મળશે? ભાજપ - કોંગ્રેસને ૧૬-૧૬ બેઠક 27/04/2016 7:36 am Khushali Dave રાજ્યના પાટનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પત્તાં ૨૬મીએ ખૂલતાં ભાજપ કોંગ્રેસ બંનેને સરખો જનમત મળ્યો છે. આઠ વોર્ડની કુલ ૩૨ બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠકો મળી છે. પરંતુ ગત ચૂંટણીની સરખામણીએ પાટનગરમાં કોંગ્રેસના વિજય પર ભાજપે બ્રેક મારી છે.
Auctions a dumping ground 12/04/2016 5:43 pm Urja Patel A colleague recently showed me a property in Tottenham; it was a duplex in a purpose built block. It was due to come up in auction shortly, close to the station, and already producing a rental of £15,600 on an AST; the guide price was £165,000.