અમદાવાદના બિલ્ડર પર ગોળીબાર 27/04/2016 9:00 am Vikram Nayak આશ્રમરોડ પરની સિટી પલ્સ સિનેમાના માલિક અર્પિત મહેતાની ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામની સીમની કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં ખંડણીખોર ગોવા રબારીના સાગરીત રાજુ ઉર્ફે અણદેજ રબારીએ મળતિયા સાથે મહેતાની ઓફિસમાં તેને ઢોર માર માર્યો હતો.
RTO ચેકપોસ્ટ કૌભાંડ 27/04/2016 9:02 am Vikram Nayak આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં એસીબીએ જીઆઇપીએલના એક્સ સીઇઓ વિનોદકુમાર શર્માની ધરપકડ કર્યા બાદ કંપનીના ઓડિટર અશોક છાજેડની ૨૩મી એપ્રિલે એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે.
કચ્છી કેસરની માગ ઘણી, પણ ફાલ ઓછો ઉતરવાની સંભાવના 27/04/2016 9:19 am Vikram Nayak કચ્છી કેસર કેરી સંભવત: આગામી માસના મધ્યમાં બજારોમાં પહોંચશે ત્યારે અત્યારથી જ વિદેશી વેપારીઓ દ્વારા કચ્છી કેસર કેરી બાબતે પૂછપરછ શરૂ થઈ ચૂકી છે.
GCSE અને A લેવલની ગુજરાતી પરીક્ષાઅો બચાવવાની ઝૂંબેશને સફળતા મળી 27/04/2016 9:28 am Kamal Rao GCSE અને A લેવલની ગુજરાતી પરીક્ષાઅો બચાવવાની ઝૂંબેશને સફળતા મળી છે અને હવે ગુજરાતી ભાષાની પરીક્ષાઅો વધુ એક વર્ષ સુધી લંબાવાઇ છે. હવે OCR દ્વારા વર્ષ ૨૦૨૦ સુધી GCSE અને એ-લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો લેવાશે અને ૨૦૨૦ પછી આ પરીક્ષાઅો પીયરસન એક્ઝામીનેશન બોર્ડ દ્વારા લેવામાં આવશે. આપણા સમુદાયની તેમજ આપણને સહકાર આપનાર વિવિધ રાજકીય પક્ષોના એમપી, લોર્ડ્ઝ અને સામાજીક અગ્રણીઅોની મહેનત સફળ થઇ છે.
યાદો, સંસ્મરણ અને તરોતાજા થાવ 27/04/2016 9:30 am Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સર્વે લવાજમી ગ્રાહક મિત્રોને તેઅો આ દેશમાં આવ્યા તે સમયના તેમના પરિવારની સાથેના ફોટોગ્રાફ અને આજની તારીખે તેમના પરિવારના સદસ્યો સાથેના ફોટોગ્રાફ તેમના આગમન વખતની અને અત્યારની પરિસ્થિતી અંગેની જરૂરી માહિતી સાથે મોકલવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
Zac vows to deliver on promises for London 26/04/2016 9:40 am Rupanjana Dutta Conservative Mayoral candidate Zac Goldsmith has promised to double the number of houses in London to meet the housing crisis, if he becomes the Mayor of London. The election is on 5 May. This would be the biggest house building boom in London since 1930s.
પાકિસ્તાનમાં કબીર ખાન શેમ શેમના નારા લાગ્યા 28/04/2016 2:53 am Khushali Dave બોલિવૂડના ફિલ્મમેકર અને ‘બજરંગી ભાઈજાન’ના દિગ્દર્શક કબીર ખાન કરાચીમાં એક કાર્યક્રમમમાં વક્તા તરીકે હતા. કબીર ખાન જ્યારે લાહોર જવા માટે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. કબીર ખાન પર પાકિસ્તાનવિરોધી ફિલ્મ બનાવવાનો આરોપ મુકાયો હતો. તેને જૂતાં બતાવવામાં આવ્યાં હતાં અને તેની સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કબીર ખાનની સામે અશ્લિલ ઇશારા સાથે શેમ-શેમના નારા પણ લાગ્યા હતા. આ લોકોએ કહ્યું હતું કે, આ અમારો દેશ છે અને અમારા દેશની વિરુદ્ધ ફિલ્મો બનાવવી ખોટું છે. આ ટોળાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
૨૦ વર્ષીય વિદ્યાર્થિની પર બે વાર ગેંગરેપ 27/04/2016 8:59 am Vikram Nayak દમણ ખાતે આવેલી એક કોલેજમાં ભણતી ૨૦ વર્ષીય વિદ્યાર્થિની સોશિયલ મીડિયાના માધ્યમથી આણંદની એન્જિનિયરીંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવી હતી.