જીભનો રંગ જણાવે છે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ 04/05/2016 6:21 am Mukesh Patel આપણા સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે તે આપણે આપણી જીભના રંગ પરથી જાણી શકીએ છીએ. સર્ટિફાઇડ ડોક્ટરો કે અનુભવી ડોક્ટરો આપણી જીભ જોઇને આપણે કેટલા સ્વસ્થ્ય છીએ અથવા કેટલા બીમાર છીએ તે પણ જાણી શકે છે. આ સાથે જ જીભ પરના પડના રંગ દ્વારા એ પણ જાણી શકાય છે કે લોકોને કઇ બીમારી થઇ શકે છે. એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સ્વસ્થ અને બીમાર માણસને તેની જીભ દ્વારા સમજી શકાય છે. આ અંગે કેટલાક સંકેત આપવામાં આવ્યા છે.
મોડા નિવૃત્ત થાવ અને લાંબું આયુષ્ય પામો! 04/05/2016 6:20 am Mukesh Patel કામ અને દીર્ઘાયુષ્ય વિશે કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કામ અને દીર્ઘાયુષ્ય વચ્ચે મજબૂત સંબંધ છે. જો તમે ૬૫ વર્ષના થયા હો અને હજી પણ કામ કરો છો તો તમે લાંબું જીવન જીવી શકો છો. વહેલા નિવૃત્ત થવાથી તમારા વહેલા મૃત્યુની શક્યતા વધી જાય છે. અભ્યાસના અગ્રણી લેખક અને અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના ચેનકઇ વુએ જણાવ્યું કે ઉપરોક્ત બાબત દરેક વ્યક્તિને લાગુ થઇ શકે નહીં, પરંતુ અમને એવું લાગે છે કે કામ કરવાથી લોકોને ઘણા આર્થિક અને સામાજિક લાભ મળે છે અને આ લાભોની તમારા જીવન પર અસર થઇ શકે છે.
પહેલો સગો પાડોશી 04/05/2016 5:57 am Vikram Nayak ‘ભૈયા, જબ ઈતની તકલીફ હોતી હૈ, તો ફિર હમારે ઘર કે સામને ક્યું રહેતે હો?’ સંગીતાએ સામે રહેતા પાડોશીને કહ્યું અને સાંભળનારના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. એમના જ ઘરમાં આવીને કોઈ એમને આવું કહે એવી તો કલ્પના જ ક્યાંથી હોય?
બ્રિટનના માર્ગો પર છડેચોક ઘૂમી રહ્યા છે ૬ હજાર વિદેશી ક્રિમિનલ્સ 03/05/2016 1:49 pm Mukesh Patel બ્રિટનમાં દરરોજ સરેરાશ પાંચ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. પરિણામે, લગભગ ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ આ દેશની શેરીઓમાં છડેચોક ઘૂમી રહ્યા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૧૫ના ગાળામાં ૪૧૬ વિદેશી અપરાધીને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.
કચરામાંથી અધધધ કમાણી! 03/05/2016 1:51 pm Mukesh Patel આડેધડ ફેંકાતા કચરા પરની પેનલ્ટી યુકેની કાઉન્સિલો માટે તગડી આવકનો મહત્ત્વનો સ્રોત બની ગઈ છે. બજેટ્સમાં ભારે કાપનો શિકાર બનેલી દેશની કાઉન્સિલોએ કચરાની પેનલ્ટીમાંથી ૨૦૧૦માં વાર્ષિક ૨.૧ મિલિયન પાઉન્ડની આવક રળી હતી, જે આંકડો ૨૦૧૫માં વધીને ૪.૯ મિલિયન પાઉન્ડ થયો હતો.
સરકારી રૂ. ૫,૪૩૬ કરોડ વપરાયા નહીં 04/05/2016 6:51 am Khushali Dave પ્રજાના કામો કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા પંચાયતોને નાણાં આપે છે, પણ યોજનાઓનો યોગ્ય અને સમયસર અમલ થતો જ નથી તેથી પ્રજા પરેશાન થાય છે. ગયા પાંચ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતોમાં વિવિધ યોજનાઓ માટે ફાળવાયેલા રૂ. ૫,૪૩૬ કરોડ વપરાયા વગર પડી રહ્યા હતા. સરકારે રોડ, પાણી, ખેતી, આરોગ્ય માટે આ નાણાં આપ્યા હતા, પણ તે કામો થઈ શક્યા ન હતા.
નરેન્દ્ર મોદીનો લંડનમાં વસવાટ 03/05/2016 1:48 pm Mukesh Patel સમાચારનું મથાળું વાંચીને ચોંકી ગયા?! વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં સાચી છે, પણ જરાક જુદી રીતે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સ સ્ટેચ્યુનું મેડમ તુસોડ્સ મ્યુઝિયમમાં અાગમન થઇ ગયું છે. વિશ્વના ટોચના નેતાઓની સાથે તેમને સ્થાન અપાયું છે. ૧.૫ લાખ પાઉન્ડના ખર્ચે બનેલા આ સ્ટેચ્યુને તૈયાર કરવામાં ચાર માસ લાગ્યા છે.