Advanced search


સુરતમાં હવે થ્રી-ડી સ્પીડ બ્રે...

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમે આવતા સુરતમાં વાહનોની સંખ્યા ૨૬ લાખને પાર કરી ગઈ છે જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અકસ્માતને નિવારવા તાજેતરમાં જે સ્પીડ બ્રેકર છે તેનાથી વાહનો અને સવાર બંનેને નુકસાન થાય છે તેથી અકસ્માતો ઓછા થાય અને વાહનોની ગતિ પર અંકુશ લાવી શકાય તે માટે મહાપાલિકા દ્વારા રોડ પર થ્રી-ડી ‘સ્પીડ બ્રેકર’ બની રહ્યા છે.

સોળ શણગારમાં હથિયાર પણ આવે હોં...

કુતિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પરિવાર દ્વારા પોરબંદરમાં ભાગવત સપ્તાહનું તાજેતરમાં આયોજન કરાયું હતું. આ પ્રસંગમાં સોનાના ઘરેણાથી સજેલી અને પારંપરિક મેર પરિધાનમાં આવેલી પરિવારની કેટલીક મહિલાઓએ કારતૂસના હાર ખભે ભરાવેલાં હતાં. 
હાથમાં રાઈફલ સાથેની આ મહિલાઓની તસવીરો વાઇરલ થતાં આ પ્રસંગની ભારે ચર્ચા ચાલી છે અને આ ઘટના અંગે પોલીસ તપાસના આદેશ અપાયા છે. 

ડડેશ્વર શિવલિંગ લિમ્કાબુકમાં...

ચોરવાડમાં અરબી સમુદ્ર તટે પૌરાણિક ડડેશ્વર મહાદેવના મંદિરે ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩ ફૂટના વિશ્વના સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ કરાયું છે. લિમ્કા બુકની ટીમે શિવલિંગનો અભ્યાસ કર્યા બાદ ૨૯મી એપ્રિલે તેને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે.  

raees poster

raees poster

3D speed breaker

3D speed breaker

ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ પહેલી મેએ સંપન્ન થયો હતો.

ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીઃ...

પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ગરમ પવનોને કારણે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં ગામ શહેરોમાં કાળઝાળ ગરમીની લપેટમાં છે. ત્યારે ૨૯મી એપ્રિલે અમદાવાદમાં પાંચ વર્ષનું રેકોર્ડબ્રેક ૪૩.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તેમાંય રાજયનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પાર કરી જતાં રાજયમાં ગરમીનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં અને હિટ વેવને લીધે રાજ્યમાં અલગ અલગ જગાએ ત્રણ મૃત્યુ થયાં હતાં.

‘રઇસ’ સામે લતિફના પુત્રનો રૂ.

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે ત્યારે તેની સામે ડોન લતિફના મોટા પુત્ર મુસ્તાક અહેમદ અબ્દુલ લતિફ શેખે સેશન્સ કોર્ટમાં રૂ. ૧૦૧ કરોડની બદનક્ષી કરી છે. દાવામાં લતિફના પુત્રએ આક્ષેપ કર્યો છે કે, ફિલ્મમાં મારા પિતાની છબી ખરડાય તેવા દૃશ્યો છે. લતિફના પુત્રએ દાવામાં એ રજૂઆત પણ કરી છે કે, લતિફ ક્યારેય દારૂના વ્યવસાય સાથે જોડાયેલા ન હતા, પણ ફિલ્મમાં તેમને હત્યારા, દારૂનો ધંધો કરતા અને વૈશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપતા દર્શાવાયા છે.

cm at chhota udepur

cm at chhota udepur

hardik-patel-630x420

hardik-patel-630x420