રાજનેતાઓની ડિગ્રીઓ અને જન્મતારીખોના નિરર્થક વિવાદ 02/05/2016 11:11 am Nilesh Parmar સરદાર અને ઝીણાની જન્મતારીખો ખોટી, પછી મોદીના નામનો હોબાળો શા માટે?
એક ઓર અનામતઃ એસસી, એસટી, ઓબીસી અને હવે ઈબીસી! 30/04/2016 8:14 am Nilesh Parmar ૨૦૧૬નો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, બીજા અગાઉનાં વર્ષોના કરતાં થોડોક અલગ રહ્યો. વીતેલા સપ્તાહે એક શુક્રવારે - ગુડ ફ્રાઈડેની જેમ જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં જેમને અત્યાર સુધી અનામતનો લાભ નહોતો મળતો તેવા (અર્થાત્ દલિત - આદિવાસી - ઓબીસી સિવાયના) વર્ગને ૧૦ ટકા અનામત અપાશે. શિક્ષણ અને નોકરી બંનેમાં તેનો અમલ થશે.
ભૂતકાળમાં ડઝન નોકરી ગુમાવી ચૂકેલી સારિના આજે લોકોને નોકરી અપાવે છે 03/05/2016 5:58 am Khushali Dave ઓસ્ટ્રેલિયાનાં એક મહિલા સારિના રૂસોને એક વખત તો એક સપ્તાહમાં બે વાર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. એક વખત લંચમાંથી આવવામાં પાંચ મિનિટ મોડું થયું તો બોસે તેમને પાણીચું પકડાવી દીધું. આમને આમ સારિનાએ પોતાની ભૂતકાળની કારકિર્દીમાં લગભગ ડઝન જોબ ગુમાવી હશે, પરંતુ તેણે હાર ન સ્વીકારી. સારિનાએ પોતાનું જ નાનકડું કોઈ કામ શરૂ કરવાનું વિચાર્યું અને પોતાની ટાઇપિંગ સ્કૂલ શરૂ કરી. આજે સારિનાની કંપની યુવાઓને જોબ શોધવામાં મદદ કરે છે. તેઓ ઓસ્ટ્રેલિયાનાં ધનિક મહિલાઓમાંથી એક છે. કંપનીનો કુલ બિઝનેસ હવે ૬.૬૭ અબજ રૂપિયાથી વધુનો છે.
બિપાશા બસુ-કરણસિંહે પ્રભુતામાં પગલા માંડ્યા 04/05/2016 8:17 am Khushali Dave અભિનેત્રી બિપાશા બસુ અને અભિનેતા કરણસિંહ ગ્રોવર ૩૦મી એપ્રિલે રાત્રે બંગાળી લગ્નવિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમનો લગ્ન સમારંભ દક્ષિણ મુંબઈની એક હોટલમાં યોજાયો હતો. લગ્નમાં માત્ર કુટુંબીજનો અને નજીકના મિત્રોની જ હાજરી હતી. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે બિપાશા - કરણના લગ્નમાં બિપાશાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ડીનો મારિયા પણ હાજર હતો. ડીનો ઉપરાંત પ્રસંગે બોલિવૂડની વિવિધ હસ્તીઓએ જોડીને શુભેચ્છા પાઠવવા માટેહાજરી આપી હતી. જેમાં બચ્ચન પરિવાર, તબૂ, માન્યતા-સંજય દત્ત અને સલમાન જેવા વિવિધ સિતારાઓ હતા.
ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં માત્ર ૨૧ બોલમાં સદીનો રેકોર્ડ 04/05/2016 8:18 am Vikram Nayak નવી દિલ્હીઃ વેસ્ટ ઇંડિઝના યુવા ક્રિકેટરે ટ્વેન્ટી૨૦ મેચમાં માત્ર ૨૧ બોલમાં સદી ફટકારીને નવો વિક્રમ સ્થાપ્યો છે.
સંસ્થા સમાચાર 04/05/2016 8:06 am Vikram Nayak • શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે સદાવ્રત દરરોજ બપોરના ૧થી ૨ સુધી, દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬.૩૦થી રાત્રિના ૧૦ સુધી અને દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા સવારના ૧૦ થી બપોરના ૧. દરેક કાર્યક્રમમાં પ્રસાદનો લાભ મળશે. મંદિર દરરોજ સવારના ૭-૩૦થી સાંજના ૭.૩૦ સુધી અને દર ગુરુવારે રાત્રિના ૧૦.૦૦ સુધી ખુલ્લું રહેશે સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.