સ્કોટલેન્ડમાં આઝાદી માટે બીજા લોકમતની નિકોલાની તરફેણ 03/05/2016 1:54 pm Achyut Sanghavi લંડનઃ ભારે બહુમતી સાથે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરપદે ચૂંટાઈ આવવા તરફ આગળ વધી રહેલાં નિકોલા સ્ટર્જને નવો વિવાદ છેડ્યો છે. ચૂંટણીઓમાં આઝાદીની તરફેણમાં સમર્થન યથાવત જણાશે તો પાંચ વર્ષમાં સ્કોટલેન્ડમાં બીજો જનમત લેવાવો જોઈએ તેમ ચૂંટણી પૂર્વેની એક ચર્ચામાં તેમણે કહ્યું હતું. અગાઉ, ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને ૨૦૧૪ના રેફરન્ડમને જીવનકાળમાં આખરી ગણાવ્યો હતો.
રાજ્યની પ્રગતિમાં છ કરોડ ગુજરાતીઓનો ફાળો છેઃ મુખ્ય પ્રધાન 04/05/2016 6:47 am Khushali Dave છોટાઉદેપુર કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૫૬મા ગુજરાત ગૌરવદિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના પ્રવાસન સ્થળોની વિગતો દર્શાવતી એપ્લિકેશનનો શુભારંભ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરાયો હતો. આનંદીબહેન પટેલે પોતાના પ્રવચનમાં છોટાઉદેપુરને નવોઢાની જેમ શણગારાયા હોવાનું જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં એક મહિનામાં રૂ. ૯૦૦ કરોડના વિકાસ કાર્યોની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ મુખ્ય પ્રધાનના હસ્તે થયા હતા.
ફ્લાઈટમાં વિલંબ બદલ વળતર ચૂકવવા થોમસ કૂકને આદેશ 03/05/2016 10:23 am Achyut Sanghavi બર્મિંગહામઃ એક સીમાચિહ્ન ચુકાદા બાદ હવેથી રજાની મજા માણવા જતાં લોકોને અન્ય પ્રવાસીની હરકતને લીધે પણ પ્રવાસમાં વિલંબ થશે તો તેઓ વળતર મેળવવા માટે દાવો કરી શકશે. બર્મિંગહામ કાઉન્ટી કોર્ટે મારિયા એડવર્ડ્સ અને તેના પરિવારને ૮૨૭ પાઉન્ડનું વળતર ચૂકવી આપવા ટ્રાવેલ કંપની થોમસ કૂકને આદેશ કર્યો હતો.
હિન્દુ ભાણેજના લગ્નમાં મુસ્લિમ મામાએ મામેરું ભર્યું 04/05/2016 8:02 am Khushali Dave સિદ્ધપુરના ખડીયાસણ ગામના રહેવાસી વિષ્ણુભાઇ ઠાકોર અને આસીનભાઇ સિપાહી બાળપણના ગાઢ મિત્રો હતા. ૨૨ વર્ષ પહેલાં વિષ્ણુભાઇના લગ્ન ધાનેરા નિવાસી રમીલાબહેન ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, પરંતુ રમીલાબહેનના માતા-પિતા અને ભાઇ રમીલાબહેનના બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. જેથી આસીનભાઇ સિપાઇએ તેમના મિત્ર વિષ્ણુભાઇ ઠાકોરની પત્નીને બહેન બનાવી હતી.
યુકેમાં દસમાંથી ચાર ભાડૂતોને મકાનમાલિક ન થવાનો અફસોસ 03/05/2016 1:54 pm Achyut Sanghavi લંડનઃ દેશમાં પોતાની માલિકીની પ્રોપર્ટી ધરાવતી લોકશાહીની રચના કરવાના ડેવિડ કેમરનના વચન સામે સવાલ ઉભા થયા છે. બ્રિટિશ હાઉસિંગ વિશે ઓબ્ઝર્વર દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું હતું કે લગભગ દસમાંથી ચાર લોકો માને છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય મકાનમાલિક નહીં બની શકે.
ઈબીસી કે ઓબીસી સમાજ નક્કી કરશેઃ હાર્દિક પટેલ 04/05/2016 6:44 am Khushali Dave રાજ્ય સરકારે પાટીદારોને ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરતાની સાથે પાટીદારો દ્વારા તેનો વિરોધ કરાઇ રહ્યો છે. પાસની ઇબીસી નહીં પણ ઓબીસીમાં અનામતની માગ છે ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલમાંથી પત્ર લખીને આ અનામત અંગે સમાજની ઇચ્છા મુજબ અનામતની તરફેણ કરી હતી. તથા ૧૯૮૨ની વેદના ન ભૂલવાનો સંકેત પણ પત્રમાં કર્યો છે.
રાજનેતાઓની ડિગ્રીઓ અને જન્મતારીખોના નિરર્થક વિવાદ 04/05/2016 8:43 am Vikram Nayak સરદાર અને ઝીણાની જન્મતારીખો ખોટી, પછી મોદીના નામનો હોબાળો શા માટે?