Advanced search


ભારતમાં આ વર્ષે મે મહિનાના અંત કે જૂનના પ્રારંભિક દિવસોમાં ચોમાસું દક્ષિણ કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ભવિષ્યવાણી અનુસાર આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કે તેના કરતા વધારે વરસાદ થઈ શકે છે.

Leicester football win celebrated

Leicester football win celebrated

Alberta Canada 1

Alberta Canada 1

flavoured french fries

flavoured french fries

સાદિક ખાન લંડનના પ્રથમ મુસ્લિ

લેબર પાર્ટીના સાદિક ખાન લંડનના પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૪૫ વર્ષના સાદિક ખાને કન્ઝર્વેટીવ ગોલ્ડ સ્મિથને ૧૩.૬ ટકાના માર્જીનથી હરાવ્યા હતા. આમ એક બિલિયોનેર સામે બસ ચાલકના પુત્રે વિજય મેળવ્યો હતો. સાદિક ખાનને ૧,૩૧૦,૧૪૩ મત મળ્યા હતા જ્યારે ઝેક ગોલ્ડસ્મિથને ૯૯૪,૬૧૪ મત મળ્યા હતા. વિપક્ષ લેબર પાર્ટી અને તેના નેતા જેરેમી કોર્બીન માટે આ વિજય અતિ મહત્ત્વનો ગણાય છે કારણ કે સ્કોટલેન્ડમાં તે ત્રીજા સ્થાને ઊતરી ગયો છે. પાકિસ્તાનમાં સાદિક ખાનના વિજયને ઉલ્લાસભેર વધાવી લેવામાં આવ્યો હતો. સાદિક ખાને તેમના નજીકના પ્રતિસ્પર્ધી લેબર પાર્ટીના ઝેક ગોલ્ડસ્મિથને ૩.૧૫ લાખ કરતાં વધુ મતની જંગી સરસાઇથી હરાવ્યા છે.  

પાણીની ટ્રેન પાછી મોકલનારા ઉત

ઉત્તર પ્રદેશનો બુંદેલખંડ પ્રદેશ કારમા દુકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ત્યાં પાણી ભરેલી ટ્રેન મોકલતાં અખિલેશ યાદવ સરકારે તે સાતમી મેએ પાછી મોકલી દીધી હતી અને તે જ દિવસે રાજ્યના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ રાજ્યમાં દુકાળની ચર્ચા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયા હતા. અખિલેશે દુકાળનો સામનો કરવા કેન્દ્ર સરકાર પાસેથી રૂ. ૧૦,૬૦૦ કરોડની માગ કરી હતી, તે ઉપરાંત યાદવે ઉત્તર પ્રદેશના દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં પાણી પહોંચાડવા માટે ૧૦,૦૦૦ ટેન્કરોની ખરીદી માટે સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી હતી.

Screen Shot 2016-05-09 at 13.07.59

Screen Shot 2016-05-09 at 13.07.59

Rt Hon Keith Vaz MP and Dr H R Nagendra (right in white) look on, as Social Welfare Minister of Karnataka Mr Anjayena garland Basaveshwara's statue