ભારતીય શ્રેયા ઉકીલ વિપ્રો વિરુદ્ધ જાતીય ભેદભાવના કેસમાં જીત્યાં 09/05/2016 12:02 pm Achyut Sanghavi લંડનઃ ભારતીય મૂળની ૪૦ વર્ષીય મહિલા શ્રેયા ઉકીલે બે વર્ષની લાંબી લડાઈ બાદ આખરે વિપ્રો મેનેજમેન્ટ સામે જાતિઆધારિત ભેદભાવનો કેસ જીતી લીધો હતો. સેન્ટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આદેશમાં જણાવ્યું હતું કે, કંપનીની નેતાગીરીએ પીડિતા સાથે જાતિના આધારે ભેદભાવ કરવાના પુરાવા છે. લંડનની બેકઓફિસમાં ૧૦ વર્ષ કામ કરનારી શ્રેયાએ ૨૦૧૫માં કંપની સામે ફરિયાદ કરવા સાથે લૈંગિક ભેદભાવ, અસમાન વેતન અને કનડગતના મુદ્દે એક મિલિયન પાઉન્ડનું વળતર માગ્યું હતું. વળતર અંગેનો ચુકાદો આગામી મહિને અપાશે. જોકે, કંપનીએ જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
બ્રોડબેન્ડના વિજ્ઞાપનોમાં તમામ વિગતો આપવા ASAનો આદેશ 09/05/2016 12:02 pm Achyut Sanghavi લંડનઃ બ્રોડબેન્ડ પ્રોવાઈડર્સને આગામી ઓક્ટોબરથી તેમની પ્રોડક્ટ્સના સ્પષ્ટ દરો અને કોન્ટ્રાક્ટની વિસ્તૃત વિગતો સાથે જ વિજ્ઞાપન આપવા એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીએ આદેશ આપ્યો છે. ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ગાય પાર્કરે જણાવ્યું હતું કે ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય અને તેમને વિકલ્પો સાથે તમામ માહિતી મળે તે માટે કડક વલણ અપનાવાયું છે.
હેરોમાં કનિંગહામ અને સ્વેઈનને મહાવીર એવોર્ડ્સ એનાયત કરાયા 09/05/2016 12:02 pm Achyut Sanghavi લંડનઃ તમામ જૈન સંસ્થાઓએ પહેલી મે ૨૦૧૬ના દિવસે હેરોમાં ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આશરે ૭૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બે મહાનુભાવો-ડેરીલ કનિંગહામ અને રોજર સ્વેઈનને મહાવીર એવોર્ડ્સ એનાયત કરાયા હતા. આ લોકો લીગ અગેઈન્સ્ટ ક્રુઅલ સ્પોર્ટ્સ વતી વરુના ગેરકાયદે શિકાર પર નજર રાખી રહ્યા હતા ત્યારે તેમના પર જંગલી હુમલા કરાયા હતા.
London to witness unique awards rewarding charities across the globe 09/05/2016 2:31 pm Rupanjana Dutta Charities all around Britain do great work every day. The Asian Voice Charity Awards powered by Charity Clarity are about rewarding charities that think big and solve the most pressing social issues of our time, both in Britain and globally. In addition, the awards reward charities that seek to innovate and strive for excellence.