Advanced search


Djokovic-Wins-Madrid-Open-2016-Final

Djokovic-Wins-Madrid-Open-2016-Final

લંડનઃ ગયા વર્ષે બ્રિટનના ૧૬૧ બિલિયન પાઉન્ડના જંગી વેલ્ફેર બિલનો સૌથી મોટો હિસ્સો મર્સીસાઈડના નોસ્લે વિસ્તારને મળ્યો છે, જ્યાં દરેક પુખ્ત વ્યક્તિ આશરે વાર્ષિક ૧૯૦૦ પાઉન્ડ બેનિફિટ્સ તરીકે મેળવે છે. ગયા વર્ષે આ વિસ્તારને સૌથી વધુ ૧૪૯.૮ મિલિયન પાઉન્ડના નાણાકીય લાભ મળ્યાં હતાં, જે દેશમા બાકીના વિસ્તારોની સરખામણીએ છ ગણા વધુ છે. આની સામે નોર્થ ઈસ્ટ હેમ્પશાયરને માત્ર ૨૭.૧ મિલિયન પાઉન્ડ મળ્યા હતા. ગત વર્ષનું બેનિફિટ્સ બિલ અગાઉના બે વર્ષની સરખામણીએ ૩ ટકા વધ્યું છે.

UK-Museums-'celebrating-Ganesha'-through-exhibitions

UK-Museums-'celebrating-Ganesha'-through-exhibitions

Jeremy Corbyn

Jeremy Corbyn

EU migrants in UK

EU migrants in UK

Sadiq with Corbyn

Sadiq with Corbyn

ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે નિસ્બત ધરાવતા પ્રશ્નને પણ કેટલી અણઘડ રીતે હાથ ધરાતા હોય છે તે જાણવું - સમજવું હોય તો પઠાણકોટના આતંકવાદી હુમલા અને તે પછી હાથ ધરાયેલી તપાસના ઘટનાક્રમ પર નજર ફેરવવા જેવી છે. 

ભારતને ઓળખવા જર્મન આલુ-ચાટ વેચ...

જર્મનીની ૩૨ વર્ષીય થિયેટર આર્ટિસ્ટ લોરા ક્લોટને લોકોને મળવું અને તેમની પરંપરાઓ, વારસો, રીત-રિવાજ જાણવા અને સમજવા ગમે છે. થોડા મહિના પહેલાં તે બેંગ્લુરુ આવી હતી. અહીં અંદાજે એક અઠવાડિયું રહી, પણ ટૂંકા ગાળામાં લોકોને બહુ મળી શકી નહીં, શહેરને પણ સમજી શકી નહીં. તે પાછી જર્લોમની ગઈ તો તેને જર્મનીમાં સારું લાગ્યું નહીં. તેણે ભારત પાછા આવવાનો નિર્ણય લીધો. હવે લોરા સાત અઠવાડિયા માટે ભારત આવી છે. લોકોને મળવાની તેણે અનોખી રીત શોધી કાઢી છે. તે રોજ બેંગ્લુરુના મહોલ્લામાં સાઈકલ પર પાંચ રૂપિયામાં જર્મનીની પ્રખ્યાત ‘આલુ ચાટ’ લોકોને ખવડાવી રહી છે.

‘સેલિબ્રેટિંગ ગણેશ’ એક્ઝિબિશ...

લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ અને ગૂગલ કલ્ચરલ ઈન્સ્ટિટ્યુટ (GCI) દ્વારા સંયુક્તપણે ઓનલાઈન એક્ઝિબિશન ‘સેલિબ્રેટિંગ ગણેશ’નો આરંભ કરાયો છે. બીજી તરફ, નોર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડની ડરહામ કાઉન્ટીમાં બોવેસ મ્યુઝિયમ દ્વારા બર્નાર્ડ કેસલ ખાતે ૨૧ મેથી ૧૮ સપ્ટેમ્બર સુધી ‘સેલિબ્રેટિંગ ગણેશ’ એક્ઝિબિશન શરૂ કર્યું છે. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલા બુદ્ધિના દેવ અને વિઘ્નહર્તા તરીકે ભગવાન ગણેશની પૂજા થાય છે.

લેબર સાંસદોએ ચૂંટણીમાં હાર બદ

લંડનઃ કાઉન્સિલોની ચૂંટણીમાં લેબર પાર્ટીના ખરાબ દેખાવના કારણે રોષે ભરાયેલા સાંસદોએ પક્ષના નેતા જેરેમી કોર્બીન પર ઉભરો ઠાલવ્યો હતો. સોમવારે રાત્રે પાર્લામેન્ટરી લેબર પાર્ટીમાં સાંસદો સાથે આમનેસામને બેઠકમાં કોર્બીન તદ્દન ઢીલા જણાયા હતા અને ટીકાકાર સાંસદોના રોષનો સામનો કરી શક્યા ન હતા. સાંસદો જે રીતે જાહેરમાં કોર્બીનની ટીકા કરે છે તે થવું ન જોઈએ તેવી ચેતવણી આપવાના બદલે તેમણે લેબર પાર્ટીએ વિજય માટે બરાબર કાર્ય કર્યું ન હોવાનું સાંસદોને જણાવ્યું હતું. બેઠકમાં કોર્બીન કરતા લંડનના નવા મેયર બનેલા સાદિક ખાનને વધુ આવકાર મળ્યો હતો.