Advanced search


મલ્લિકા શેરાવતે પેરિસના બિઝનેસમેન સાથે ગુપચુપ લગ્ન કર્યાં

બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ ધૂમ મચાવી ચૂકેલી હિરોઈન મલ્લિકા શેરાવતે રિયલ એસ્ટેટ બિઝનેસમેન બોયફ્રેન્ડ સાઇરીલ ઓઝજેનફેન્સ સાથે સાદાઈથી પેરિસમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે.

Jain samaj

Jain samaj

અમીરો ચર્ચા કરી રહ્યા હતા. એક શેઠિયાએ કહ્યું મારો બાથરૂમ ૧૦ લાખ રૂપિયાનો થયો. બીજાએ કહ્યું મારે તો ૨૦ લાખ થયા. ત્રીજાએ કહ્યું મેં તો ગોલ્ડપ્લેટેડ નળ-ફિટીંગ્સ એટલે ૫૦ લાખ થઈ ગયા.
આ સાંભળીને એક ગામડિયા કાકા બોલ્યા, 'હું તો રોજ સવારે લોટો લઈને જ્યાં જાઉં છું એ ખેતરની કિંમત ૭ કરોડ રૂપિયા છે, અને શેઠિયાવ, એવાં બાથરૂમ તો હું રોજ બદલું છું!'

આઇપીએલ-૯ઃ બેંગલોર અને હૈદરાબાદની આગેકૂચ

કિંગ્સ ઇલેવન પંજાબ સામે સોમવારે રમાયેલા રસાકસીભર્યા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એક રને રોમાંચક વિજય મેળવ્યો હતો. બેંગલોરે એબી ડી’ વિલિયર્સના ૬૪ રન અને લોકેશ રાહુલના ૪૨ રનની મદદથી ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૭૫ રન કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને ૧૭૪ રન કરી શકી હતી. પંજાબ તરફથી કેપ્ટન મુરલી વિજયે સૌથી વધુ ૮૯ રન કર્યા હતા જ્યારે સ્ટોઇનિસ ૩૪ રન કરી અણનમ રહ્યો હતો. ૨૨ રન આપી બે વિકેટ ઝડપનાર શેન વોટસનને મેન ઓફ ધ મેચ થયો હતો. 

રાજ્યમાં જૈન સમાજ લઘુમતીમાં સ

ગુજરાતના જૈન સમાજને લાંબા સમયના વિલંબ પછી આખરે રાજ્ય સરકારે લઘુમતીમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના નોટિફિકિશન પછી રાજ્ય સરકારે જૈન સમુદાયને લઘુમતીનો દરજ્જો આપ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આ અંગેની વિધિવત્ જાહેરાત સાતમી મેએ મીડિયા સમક્ષ કરી હતી. કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપવાનું નોટિફિકિશન બહાર પાડ્યું હતું. જેને અનુસરીને ૧૫ જેટલા રાજ્યોએ તેનો અમલ શરૂ કર્યો હતો, પરંતુ ગુજરાતમાં નિર્ણય લેવામાં વિલંબ થયો હતો. ગુજરાત સરકારે જૈન આગેવાનોની રજૂઆતોના પગલે આ માટેના ધોરણો તૈયાર કરવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ તમામ માળખું તૈયાર હોવા છતાં પાટીદાર આંદોલનને પગલે રાજ્ય સરકારે તેની જાહેરાત કરી ન હતી. 

રામબાપાના જન્મદિનની ઉજવણી

હનુમાન દાદાના પરમ ભક્ત અને પૂ. હિરજી બાપાના પરમ શિષ્ય પૂ. રામબાપાના જન્મ દિનનું શાનદાર આયોજન જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા આગામી તા. ૨૯મી મે, ૨૦૧૬ના રોજ સવારે ૯થી સાંજના ૬ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે.

Rambapa

Rambapa

483409-patidar

483409-patidar

2,000 Indian links in fresh Panama leaks...

In the latest update of the 'Panama Papers' controversy that shook the world in April, as many as 2,000 individuals, entities and addresses with links to India have been revealed.