Advanced search


Nihal with siblings

Nihal with siblings

પનામા પેપર લીક્સઃ હવે ભાવનગરન

ભારતભરમાં હલચલ મચાવી દેનારા પનામા પેપર લીક્સમાં હવે ભાવનગરના ઉદ્યોગપતિ અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીનું નામ જાહેર થયું છે.

આનંદીબહેન કોરાણે મૂકાયા? ગુજર

ગુજરાત રાજ્યના લાંબા સમયતી પડતર પ્રશ્નોની ચર્ચા કરવા દિલ્હીમાં ભાજપના ગુજરાતના સાંસદોની બેઠક યોજાઇ હતી. જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને તો ખાસ આમંત્રિત કરાયા હતા, પણ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. આર્થિક અનામત જાહેરાત વખતે પણ આનંદીબહેનને બાજુએ મૂકીને વિજય રૂપાણીને મહત્ત્વ અપાયું હતું. આ બે ઘટનાથી એવી વાતો ઉડી છે કે ગુજરાતમાં ફરી એક વાર સરકાર-સંગઠન આમને-સામને આવી ગયા છે.

હાલ સાઉથ આફ્રિકામાં વસતા દક્ષિણ ગુજરાતના એનઆરઆઇની વતનમાં આવેલી લગભગ ૧૨ વીઘા જમીન બોગસ સોદાચિઠ્ઠીના આધારે વેચી નાખવાનો પ્રયાસ કરનાર ત્રણ ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે.

ધરતીની ધ્રુજારી કચ્છનો કેડો મૂકતી નથી. કચ્છ પંથકમાં બે દિવસમાં હળવા અને મધ્યમ ૧૨ કંપન નોંધાયા હતા, તેમાંના ૧૧ તો માત્ર પૂર્વ કચ્છમાં નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Anandiben Patel

Anandiben Patel

dollar

dollar

૭૦ ટકા ભારતીયોની ઇચ્છાઃ વર્ષ ૨...

વર્ષ ૨૦૧૪માં પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં વડા પ્રધાનપદે ચૂંટાઈ આવેલા નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો હોવાના ઘણાં રાજકીય પંડિતોનાં તારણોને ખોટાં ઠેરવતા એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ૭૦ ટકા ભારતીયો હજુ એમ ઇચ્છે છે કે મોદી વડા પ્રધાનપદના પાંચ વર્ષના પહેલા કાર્યકાળ બાદ ફરી સત્તામાં પાછા આવે અને વડા પ્રધાન બને.

ભ્રામક જાહેરાતોના બ્રાન્ડ એમ

સંસદીય સમિતિએ ગેરમાર્ગે દોરતી ભ્રામક અને છેતરામણી જાહેરખબરોમાં કામ કરનારા સેલિબ્રિટીઝને રૂ. ૫૦ લાખનો દંડ અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવાની ભલામણ ૨૬ એપ્રિલે કરી હતી. આ મુદ્દે સ્ટેન્ડિંગ સમિતિએ સંસદમાં અહેવાલ સુપરત કર્યો હતો, જેને જોઈને જાહેરખબરો કરતી મોટી કંપનીઓ અને સેલિબ્રિટીઝના હોશકોશ ઉડી જાય એમ છે.

નેપાળમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશઃ સુશીલા કાર્કી

નેપાળમાં રાષ્ટ્રપતિ અને સ્પીકરપદે મહિલાઓ ચૂંટાયા બાદ હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂક થઈ છે. સુશીલા કાર્કી નેપાળમાં મુખ્ય ન્યાયાધીશ બન્યાં છે. વર્ષ ૧૯૫૨માં જન્મેલાં સુશીલા કાર્કીએ આર્ટ્સમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને નેપાળ બાર એસોસિએશનમાં જોડાઈને વકીલાતની શરૂઆત કરી હતી.