’૯૫માં રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ન્યૂ ઝીલેન્ડની ટીમને ઝેર અપાયું હતું 06/05/2016 3:55 am Nilesh Parmar વર્ષ ૧૯૯૫ના રગ્બી વર્લ્ડ કપની ફાઇનલ પૂર્વે ચેમ્પિયનશિપની પ્રબળ દાવેદાર ન્યૂ ઝીલેન્ડની પોઇઝન આપવામાં આવ્યું હોવાના સનસનાટીપૂર્ણ ખુલાસાએ રમતજગતમાં હલચલ મચાવી દીધી છે. ન્યૂ ઝીલેન્ડની ટીમ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવાની હતી. ટાઇટલ માટે હોટ ફેવરિટ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓને પોઇઝનિંગથી તબિયત કથળી હતી અને સાઉથ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના બોડીગાર્ડ રોરી સ્ટેઇને આ ઘટસ્ફોટ કર્યો છે. રોરી સ્ટેઇને જણાવ્યું હતું કે ઘટના પાછળ સટ્ટાબાજોના ગ્રૂપની સંડોવણી હોય તેવી પૂરી સંભાવના છે. ન્યૂ ઝીલેન્ડ ટાઇટલ માટેની ટોચની દાવેદાર હતી, પરંતુ ખેલાડીઓની તબિયત ખરાબ થવાના કારણે તેને યજમાન ટીમ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઇના રીઅલ લાઇફ ‘પા’ નિહાલનું મૃત્યુ 05/05/2016 6:18 am Nilesh Parmar ભારતના પ્રોજેરિયાગ્રસ્ત દર્દીઓની ઓળખ બની ગયેલા ભિવંડીના નિહાર બિટલાનું બીજી મેના રોજ દક્ષિણ ભારતના તેલંગણમાં મૃત્યુ થયું છે. પ્રોજેરિયા રોગથી પીડિત દુનિયાના ૧૨૪ બાળકોમાં ૧૫ વર્ષનો નિહાલ પણ એક હતો. બોસ્ટનના પ્રોજેરિયા રિસર્ચ ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર માહિતી જાહેર કરાઇ છે. ૨૦ દિવસ પહેલાં નિહાલ બિટલાએ પ્રોજેરિયાગ્રસ્ત બાળકો માટે ભંડોળ એકત્ર કરવા એક ઝુંબેશ શરૂ કરી હતી. નિહાલની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી, પરંતુ પ્રોજેરિયાના કારણે તે ૯૦ વર્ષની વ્યક્તિ જેવો દેખાતો હતો.
ખંભાતના રંગપુરમાં હવે પાણી માટે એટીએમ 06/05/2016 5:11 am Khushali Dave ઉનાળામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ગામડાંમાં બે ઘડાં પીવાના પાણી માટે મહિલાઓને બે કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. સ્થિતિ દરિયા કિનારે આવેલા ખંભાતના રંગપુર અને કાળીતલાવડીનાં પણ હતાં, પરંતુ ગ્રામજનોની શુદ્ધ પાણી મેળવવાની જીતના કારણે એક અનોખી વ્યવસ્થા ઊભી થઈ છે. અહીં ગ્રામજનોએ આરઓ ફિટ કર્યા પછી શુદ્ધ પાણીનો બગાડ રોકવા અને ગ્રામજનોને નિયમિત પાણી મળી રહે તે માટે એટીએમ બન્યું છે.
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને મળ્યા ગાય-વાછરડું! 05/05/2016 8:02 am Nilesh Parmar ક્રિકેટ ટૂર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ પુરસ્કાર આપીને બહુમાન થતું હોય છે. જોકે તાજેતરમાં સંસ્કૃતિ નગરી વડોદરામાં યોજાયેલી વીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન ઓફ સિરીઝ ખેલાડીનું ગાય અને વાછરડું ભેટ આપીને બહુમાન કરાયું હતું. લોકોમાં ગૌવંશના જતન માટે જાગૃતિ વધે તે માટે આ અનોખો નિર્ણય લેવાયો હતો.
વરુણ - નતાશાના વધુ ગાઢ બનતા સંબંધો 06/05/2016 5:17 am Khushali Dave વરુણ ધવનની નતાશા દલાલ સાથે ગાઢ મિત્રતા છે. બન્ને છેલ્લા કેટલાય સમયથી જાહેર સમારંભમાં દેખાય છે. વરુણ હવે નતાશા સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને મજબૂત કરવાનું વિચાર્યું છે. આ માટે અભિનેતાએ પોતાની સ્ત્રીમિત્ર સાથે લિવ ઇનમાં રહેવાનો વિચાર કર્યો છે. જોકે, અભિનેતાના પિતા ડેવિડે પુત્રને આમ ન કરવાની સલાહ આપી છે. પિતા-પુત્રએ આ અંગે લાંબી વાતચીત પણ કરી હોવાના અહેવાલ છે.