દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટે હરાવતું પૂણે 06/05/2016 5:23 am Nilesh Parmar મેન ઓફ ધ મેચ અજિંક્ય રહાણેના અણનમ ૬૩ રન ઉપરાંત ટોચના બેટ્સમેનોના યોગદાનની મદદથી રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સે પાંચમી મેના રોજ અહીં રમાયેલી આઇપીએલ-૯ની લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો.
કેરળના ક્રિકેટરની સિદ્ધિઃ એક ઈનિંગમાં ૧૦ વિકેટ! 06/05/2016 6:04 am Nilesh Parmar ક્રિકેટ મેચમાં એક ઈનિંગમાં બોલર દ્વારા ૧૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ જવલ્લે જ નોંધાતી હોય છે. જુનિયર ક્રિકેટમાં તો આ સિદ્ધિ મેળવવાની લગભગ દુર્લભ હોય છે. જોકે કેરળમાં જુનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં કન્નૂરના નાઝિલ નામના ક્રિકેટરે એક જ ઈનિંગમાં ૧૦ વિકેટ ઝડપીને આ સિદ્ધિ મેળવનાર કેરળનો પ્રથમ બોલર બન્યો છે.
રૂ. એક કરોડનું ૪.૧૦ કિલો સોનાનું શર્ટ પહેરનાર પંકજ ગિનીસ બુકમાં 06/05/2016 6:13 am Nilesh Parmar માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ‘ધ મેન ઓફ ધ ગોલ્ડન શર્ટ’ના હુલામણા નામથી જાણીતા થઇ ગયેલા મહારાષ્ટ્રના બિઝનેસમેન અને રાજકીય નેતા પંકજ પરખને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે.
આ બાળકને હાથમાં ૧૫, પગમાં ૧૬ આંગળી છે 06/05/2016 6:17 am Nilesh Parmar ચીનના હુનાન પ્રાંતમાં ત્રણ માસના એક બાળકના હાથ અને પગમાં કુલ ૩૧ આંગળીઓ છે. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે બાળકને કોઈ ગંભીર બીમારી નથી. આ બાળકના માતા-પિતા ત્રણ મહિનાના માસૂમની સર્જરી માટે હવે ભંડોળ એકઠું કરી રહ્યા છે.