યુએસમાં શેરબ્રોકર પ્રણવ પટેલનું ૧૩૧ મિલિયન ડોલરનું કૌભાંડ 07/05/2016 6:25 am Khushali Dave અમેરિકામાં ૧૩૧ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૮૭૦ કરોડ)ના ચકચારી શેર કૌભાંડમાં ગુજરાતી શેરબ્રોકર પ્રણવ પટેલ સામે ગુનો દાખલ કરાયો છે. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના ‘વોર ઓન ફાયનાન્સિયલ ક્રાઇમ્સ’ માટે ઊભી કરાયેલી ફાયનાન્શિયલ ફ્રોડ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની તપાસ બાદ પ્રણવ પટેલ સામે કાનૂની કાર્યવાહી થઈ છે. સરકારી વકીલ રોબર્ટ કેપર્સે જણાવ્યું હતું કે, ફ્લોરિડાના ટેમરાકના ૩૫ વર્ષીય પ્રણવ પટેલે અમેરિકાના ૪ સ્ટેટના અન્ય ૮ સહઆરોપીઓ સાથે મળીને આ મલ્ટિસ્ટેટ કૌભાંડ આચર્યું હતું. તેમની સામે સિક્યુરિટીઝ ફ્રોડ, કોન્સ્પિરસી, વાયર ફ્રોડ, મની લોન્ડરિંગ તથા ખોટા નિવેદનો આપવાના ગુના દાખલ કરાયા છે.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે કોણ પૂરું પાડે છે પીઠબળઃ જાણો છો, ‘આપ’? 06/05/2016 8:11 am Khushali Dave ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પાટીદાર અનામત આંદોલન માટે કેટલાક રાજકીય પક્ષો જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે આ સાથે કેટલાક પાટીદારો નેતાઓએ જ ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ માટે અનામત માટે સૂચન કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અંગ્રેજી અખબરને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો અને સ્થાપિત હિતો પાટીદાર અનામત આંદોલનને પીઠબળ પૂરું પાડી રહ્યાં છે. તેઓ આંદોલનને જીવંત રાખવા માગે છે.