કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજાનું અવસાન 09/05/2016 10:38 am Khushali Dave કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાનું અમદાવાદ ખાતેની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન છઠ્ઠી મેએ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. કુતિયાણા વિસ્તારના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાની તબિયત થોડા દિવસોથી નાદુરસ્ત રહેતી હતી. ભુરા મુંજા જાડેજા છેલ્લા આઠેક વર્ષથી કુતિયાણા અને પોરબંદર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી વિજેતા બન્યા પછી વર્ષ ૨૦૦૨માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા. જોકે હાલમાં તેમના ભત્રીજા કાંધલ જાડેજા એનસીપીના ધારાસભ્ય છે.
Haryana mulls jail term for water wastage 09/05/2016 9:37 am Mitul Paniker People damaging roads by releasing water from their houses will soon be liable for punishment as the Haryana government mulls over a 3-month imprisonment.
Shoes hurled at Captain Amarinder Singh in California 09/05/2016 9:34 am Mitul Paniker Shoes and bottles were aimed at former Punjab Chief Minister Captain Amarinder Singh during a gathering in California. In video clips that went viral on social media, protesters were seen flinging themselves against his vehicle.
Court summons Sukhbir in murder bid case 09/05/2016 9:35 am Mitul Paniker Court of District and Sessions Judge, Faridkot summoned Deputy CM Sukhbir Badal after a resident of Kotkapura challenged his acquittal in a 17 year old attempt-to-murder case.
Bodies of 4 Pathankot attackers buried 09/05/2016 9:36 am Mitul Paniker Bodies of four terrorists gunned down during the Pathankot terror attack, were buried last week.
પરિવારદીઠ બેનિફિટ્સ મર્યાદા ઘટી વાર્ષિક ૨૦,૦૦૦ પાઉન્ડ 09/05/2016 9:53 am Achyut Sanghavi લંડનઃ ટોરી પાર્ટી દ્વારા વેલ્ફેર બિલ ઘટાડવાના સુધારાઓનાં પગલે આ વર્ષના ઓટમથી બ્રિટિશરોને બેનિફિટ્સની લહાણીમાં ભારે કાપ મૂકવામાં આવનાર છે. બેનિફિટ્સ માટે વાર્ષિક મર્યાદા પરિવારદીઠ ૨૬,૦૦૦ પાઉન્ડ છે તેમાં કાપ મૂકી ૨૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સના સેક્રેટરી સ્ટીફન ક્રેબે જણાવ્યા અનુસાર બેરોજગાર લોકોએ કામ શોધવાને પ્રાધાન્ય આપવું પડશે. બેનિફિટ્સ પર જીવન નિભાવતા દાવેદારોને કહી દેવાયું છે કે કામ શોધી લો નહિ તો તમારા લાભ કાપી નખાશે. જોકે, જે પરિવારમાં માત્ર એક પુખ્ત વ્યક્તિ કામ કરતી હોય અથવા કોઈને ડિસેબિલિટી બેનિફિટ્સ મળતાં હોય તેમને નવી મર્યાદામાંથી મુક્તિ મળશે.
બ્રિટન શરણાર્થી બાળકોને આશ્રય આપશેઃ ડેવિડ કેમરનનો યુ-ટર્ન 09/05/2016 9:53 am Achyut Sanghavi લંડનઃ વડાપ્રધાન ડેવિડ કેમરને મોટી પીછેહઠમાં જાહેરાત કરી હતી કે બ્રિટન ઈયુની રાહત છાવણીઓમાં રહેતા કેટલાંક શરણાર્થી બાળકોને આશ્રય આપશે. બળવાખોર ટોરી સાંસદોના દબાણ સામે ઝૂકી ગયેલા કેમરને કહ્યું હતું કે યુરોપમાં સાથ-સંગાથ વિનાના સંખ્યાબંધ બાળકોને આશરો આપવાની લેબર પાર્ટીના લોર્ડ ડબ્સે રજૂ કરેલી યોજનાને સરકાર સ્વીકારશે. જોકે, ગત ૨૦ માર્ચની ઈયુ-તુર્કી માઈગ્રન્ટ સમજૂતી અગાઉ યુરોપ આવેલા બાળકોને જ આશ્રય અપાશે.