Unease in India over US military deal 19/04/2016 6:18 pm Urja Patel There has been something akin to an uproar at the military agreement India signed with the United States during US Defence Secretary Ashton Carter’s visit to New Delhi, where he met with Indian Prime Minister Narendra Modi and Defence Minister Manohar Parrikar. The Congress Party was up in arms at what it perceived to be the Modi government’s sell-out of the country’s strategic autonomy for what was seen as India’s participation in an American-led alliance. It was a betrayal of India’s other strategic partnerships, notably with Russia and China, said Congress spokesman Anand Sharma. As Mr Sharma is one of a dwindling band of intelligent members 0f a near moribund organization, he must know that equating Russia with China is not merely false, but simply stupid. With China, an all weather friend to Pakistan, whose terrorist activities in India Beijing prefers to turn a blind eye, New Delhi is under no obligation to treat China with any consideration. Russia is quite another matter.
Happy Birthday Ma’am 19/04/2016 6:24 am Rupanjana Dutta Her Majesty the Queen celebrates her 90th birthday on April 21st. She will become the first occupant of the throne to reach this age, both George III and Queen Victoria died when they were 81.
કોહિનૂર સિવાય પણ ભારતે મૂલ્યવાન હીરા ગુમાવ્યા છે 21/04/2016 6:26 am Nilesh Parmar બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં આવ્યો હતો તેવા ભારત સરકારના નિવેદનથી દેશમાં દેકારો મચ્યો છે. લોકો માગ કરી રહ્યા છે આ હીરાને કોઇ પણ સંજોગોમાં પરત લાવવો જોઇએ. કોહિનૂર અને હોપ ડાયમંડને ભારતના શ્રેષ્ઠ હીરા માનવામાં આવે છે, જે એક સમયે ભારતમાં હતા, પરંતુ અત્યારે વિદેશની ધરતી પર છે. જોકે આ માત્ર આ જ હીરાઓ એવા નથી જે દરિયાપારના દેશોમાં જઇ પહોંચ્યા હોય. વિશ્વના કેટલાક સૌથી મોટા હીરાઓને ક્રિષ્ના અને તુંગભદ્રનાં સંગમસ્થળની આસપાસથી ૩૦૦ કિલોમીટરની ઊંડાઈએથી ખોદી કાઢવામાં આવ્યા હતા. આમાંના ૧૨ સૌથી જાણીતા હીરાઓ રશિયા, પોલેન્ડ, ઇરાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં પહોંચી ગયા છે.
વાપીનું ભૂગર્ભ જળ પીવાલાયક નથી 22/04/2016 5:10 am Khushali Dave સાડાપાંચ વર્ષ થવા છતાં પણ વાપી ક્રિટિકલ પોલ્યૂટેડ એરિયામાંથી બહાર નીકળ્યું નથી, પરંતુ પ્રદૂષણની ગંભીર અસર ભૂગર્ભ જળ પર પડી રહી છે. પ્રદૂષિત પાણી જમીનમાં પ્રસરતાં હવે વાપી નજીકના ગામોમાં પાણી પીવાલાયક રહ્યા નથી. જમીનમાંથી બોરિંગ કે કૂવા મારફતે નીકળતા પાણીમાં પ્રદૂષણની દુર્ગંધ આવી રહી છે, જેના પરિણામે લોકો પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકતા નથી. લોકો પૈસા ખર્ચીને બહારથી પીવાનું પાણી મગાવી રહ્યા છે. ચણોદ તથા આજુબાજુના વિસ્તારના બોરિંગમાંથી નીકળતું પાણી પ્રદૂષિત જોવા મળે છે. વાપી તથા આજુબાજુના વિસ્તારની જમીનમાં પાણી સંગ્રહ થાય તેવી સંભાવના ઓછી છે. પાણી સંગ્રહ થાય તો પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી.
કરમજીત સિંહ ફરી લેસ્ટર્સ હોસ્પિટલ્સ ટ્રસ્ટના ચેરમેન 22/04/2016 6:33 am Sandip Bhavsar કોવેન્ટ્રીમાં રહેતા લેસ્ટર્સ હોસ્પિટલ્સ ટ્રસ્ટના ચેરમેન કરમજીત સિંહ વધુ ત્રણ વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે નીમાયા છે. ૧૮ મહિના અગાઉ તેમણે યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટના વડાનો હવાલો સંભાળ્યો હતો.
આવતી ટ્રેન સામે મહિલાને ધક્કો માર્યો 22/04/2016 6:56 am Sandip Bhavsar ૮૨ વર્ષીય જાપાની પેન્શનર યોશીયુકી શિનોહારાએ પીકાડેલી સર્કસ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્યુબ ટ્રેન સામે ૩૨ વર્ષીય શીતલ કેરાઈ નામની મહિલાને ઈરાદાપૂર્વક ધક્કો માર્યો હતો. આથી કેરાઈ બેકરલુ લાઈન સર્વિસ સાથે ટકરાઈને પ્લેટફોર્મ પર પટકાઈ ગઈ હતી. બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટના જજ જહોન હિલેને તેમની તબિયતને ધ્યાનમાં રાખીને કોઈ ઓર્ડર કર્યો નહોતો અને આ કેસની ટ્રાયલ ૨૭ મે પર મુલતવી રાખી હતી.
લીડ્સમાં સ્નેહાળ પિતાના અચાનક મોતથી આઘાત 22/04/2016 6:59 am Sandip Bhavsar લીડ્સના મૂર એલર્ટનમાં રહેતા અને ચાર વર્ષના પુત્ર હરમનની સંભાળ રાખતા ૩૫ વર્ષીય મનમિન્દરસિંઘ સૌંધનું અચાનક જ તેમના ઘરે મોત થયું હતું. લીડ્સના શિખ સમાજમાં તેઓ ખૂબ લોકપ્રિય હતા. ચરવેલના અર્લિંગ્ટન બિઝનેસ સેન્ટરના કેપીટામાં જોબ કરતા મનમિન્દર પંજાબી ઢોલ ખૂબ સરસ વગાડતા હતા.